આજ નું રાશિફળ - Today's Rashifal - 14 February 2024
ગુજરાતી રાશિફળ / Rashifal in Gujarati
અસ્ટ્રોસેજ ના મફત રાશિફળ સાથે તમારો આજ નો દિવસ સુનિયોજિત કરો. નીચે આપેલ રાશિ માંથી તમારી રાશિ જોવા માટે રાશિ પસંદ કરો.
Read in Gujarati - આવતી કાલ નું રાશિફળ
Read in English - Today's Horoscope
ખાસ કરીને આજ નું રાશિફળ તમને જણાવશે કે આજ ના દિવસ માં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ, શું આજ તમને પ્રગતિ ના માર્ગે લયી જશે અને શું તમારી સામે અવરોધ ઉભો કરી શકે છે. આવો જોઈએ છે કે શું કહે છે તમારા તારાઓ.
રાશિફળ વસ્તુતઃ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર ની એ વિદ્યા છે, જેના દ્વારા વિવિધ સમયગાળાઓ ની આગાહી કરવા માં આવે છે. જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓ ની આગાહી કરે છે, ત્યાંજ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળ માં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવા માં આવે છે. વૈદિક જ્યોતિષ 12 રાશિ ચિહ્નો, મેષ, વૃષભ, મિથુન, સિંહ, કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુમ્ભ, મીન માટે આ બધા ભવિષ્ય કથન કરવા માં આવે છે. એ જ રીતે, 27 નક્ષત્રો માટે પણ ભવિષ્ય વાણી કરી શકાય છે. દરેક રાશિ માં તેમના પોતાની પ્રકૃતિ અને ગુણધર્મો હોય છે, તેથી દરરોજ ગ્રહો ની સ્થિતિ મુજબ તેમના થી જોડાયેલા જાતકો માં ઘટિત થનારી સ્થિતિઓ અલગ અલગ હોય છે. આજ કારણ છે કે દરેક રાશિ નું રાશિફળ અલગ હોય છે. Astrosage.com પર આપેલ આ દૈનિક રાશિફળ માં, અમે ચોક્કસ ખગોળશાસ્ત્રીય ગણતરીઓ ના આધારે ફલાદેશ લખ્યો છે. એ જ રીતે, સાપ્તાહિક રાશિફળ માં, અમે સૂક્ષ્મ જ્યોતિષીય ગણતરીઓ ની કાળજી લીધી છે. જો આ વાત માસિક રાશિફળ વિશે કરવા માં આવે છે, તો આ જ માપદંડ તેના પર પણ લાગુ થાય છે. વાર્ષિક રાશિફળ માં અમારા વિદ્વાનો અને અનુભવી જ્યોતિષીઓએ આખા વરસ ના બધા ગ્રહીય પરિવર્તનો, ગોચર અને ઘણી બીજી બ્રહ્માંડીય ગણતરીઓ દ્વારા વરસ ના વિભિન્ન પાસાઓ જેમ કે આરોગ્ય, વૈવાહિક જીવન અને પ્રેમ, ધન-ધાન્ય અને સમૃદ્ધિ, પરિવાર અને વ્યવસાય અને નોકરી પેશા જેવા બધા વિષયો ની પુરી માહિતી છે.
આ રાશિફળ નામ રાશિ મુજબ છે અથવા જન્મ રાશિ મુજબ છે?
એસ્ટ્રોસેજ ના વિશેષજ્ઞ જ્યોતિષ માને છે કે જન્મ ની રાશિ પ્રમાણે દૈનિક ફલાદેશ જોવું વધુ સારું છે. જો તમને જન્મ રાશિ ખબર નથી, તો તમે તમારા નામ રાશિ સાથે ભવિષ્ય ફળ જોઈ શકો છો. જૂના સમય માં નામ રાશિ પ્રમાણે રાખવા માં આવતા હતા. ઘણા પંડિતો માને છે કે નામ ની રાશિ જન્મ ની રાશિ જેટલી જ મહત્વપૂર્ણ છે.
આ રાશિફળ સૂર્ય રાશિ પર આધારિત છે અથવા ચંદ્ર રાશિ આધારિત.
એસ્ટ્રોસેજ નો ફલ કથન ચંદ્ર રાશિ એટલે કે મૂન સાઈન આધારિત છે. આ ભવિષ્ય કથન ને સન સાઇન (સૂર્ય રાશિ) સાથે વાંચવું યોગ્ય રહેશે નહીં. ભારતીય જ્યોતિષ વિદ્યા માં દરેક જગ્યાએ ચંદ્ર રાશિ ને મહત્વ આપવા માં આવ્યું છે.
મારી રાશિ શું છે - કેવી રીતે જાણવું?
જો તમે તમારી પોતાની રાશિ જાણતા નથી અથવા તમારી પોતાની રાશિ જાણવા માંગો છો, તો તમે એસ્ટ્રોસેજ ના રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને તમારા રાશિ ને જાણી શકો છો. તમારા રાશિ ને જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ની જરૂર પડશે. રાશિ કેલ્ક્યુલેટર થી તમે માત્ર તમારી રાશિ નહિ પરંતુ તમારા નક્ષત્ર, કુંડળી, ગ્રહ સ્થિતિ, અને દશા વગેરે ઘણું બધું જાણી શકો છો.
દૈનિક રાશિફળ કેવી રીતે ગણાય છે?
ભારતીય જ્યોતિષ વિદ્યા માં વર્તમાન ગ્રહો ની સ્થિતિ ને ગોચર કહેવા માં આવે છે. આજ નું રાશિફળ ગોચર પર આધારિત હોય છે, એટલે કે તે જોવા માં આવે છે કે વર્તમાન ગ્રહ તમારા રાશિ ચક્ર થી ક્યાં સ્થિત છે. તમારી રાશિ ને લગ્ન માની ને તેમાં ગોચર ના ગ્રહ ને મૂકી ને જે કુંડળી બને છે તે કુંડળી ફલાદેશ નો મુખ્ય આધાર હોય છે. આ ઉપરાંત પંચાંગ ના ઘટકો જેમ કે વાર, નક્ષત્ર, યોગ અને કરણ પણ જોવા માં આવે છે. ભવિષ્ય ફળ લેખન માં કુંડળી ના ગ્રહો ની સ્થિતિ અને દશા વગેરે નો પ્રયોગ નથી થતો.
શું આ રાશિફળ તદ્દન સાચું છે?
જેમ કે નામ સૂચવે છે તેમ, ફલાદેશ રાશિ ના આધારે લખવા માં આવે છે. સમગ્ર વિશ્વ માં અબજો લોકો ની આગાહી 12 રાશિઓ થી કરવા ને કારણે, તેને સામાન્ય ફળ કથન માનવું જોઈએ. ચોક્કસ આગાહી માટે, કોઈ પણ જ્યોતિષ થી સમગ્ર કુંડળી નો અધ્યયન કરાવો જોઈએ.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024