વિશાખા નક્ષત્ર ભવિષ્યકથન
તમારી માટે એક જ શબ્દ કહેવો હોય તો તે છે "અડગ". તમે જે બાબત ઈચ્છો છો તે પામવા માટે તમે તમારી સંપૂર્ણપણે સમર્પિત થઈ આગળ વધો છો. આથી તમારી માટે તમારો હેતુ નક્કી કરવો ખૂબ જ મહત્વની બાબત છે. એ પછી, તમે તમારી બધી જ ઉર્જા તેમાં નાખી દો છો. તમને સતત કામ કરવું ગમે છે. જીવનમાં વધુ સુવિધાઓ મેળવવાની તમારી ઈચ્છા રહેશે તથા તમે ઉજવણી, પ્રેમ અને વૈભવને જીવનનો મહત્વનો હિસ્સો ગણતા હશો. તમારો ચહેરો સુરેખ તથા આંખો સુંદર હશે. તમે વિનયી-વિવેકી, સામાજિક તથા સદાય પ્રસન્ન રહેનારા હશો. તમારે આવાજ મીઠો હશે તથા તમે કોઈની પણ સાથે ક્યારેય કડવાશથી વાત નહીં કરો. શૈક્ષણિક રીતે તમારી સ્થિતિ સારી જણાય છે. ગુરૂની અસરને કારણે, બાળપણથી જ શિક્ષણ મેળવવા પ્રત્યે તમને આકર્ષણ રહેશે. તમે અભ્યાસમાં સારા હશો; આને કારણે તમે ઉચ્ચ અભ્યાસ પણ કરી શકશો. શારીરિક સખત મહેનતની વાત આવે તો, તમે તેને ટાળવાની કોશિષ કરો છો. આમ છતાં, તમે તમારા મગજનો ઘણો ઉપયોગ કરો છો. સામાજિક દૃષ્ટિએ જોતા, તમારૂં વર્તુળ ખાસ્સું વિસ્તૃત હશે કેમ કે તમારો સ્વભાવ ખૂબ જ મૈત્રીભર્યો છે. તમે લોકો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક તથા માનથી વર્તો છો. કોઈને તમારી જરૂર હોય, તો તમે ચોક્કસ જ તેમની મદદે આવો છે. આ જ કારણ છે કે તમને જ્યારે કોઈની સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે તેઓ હંમેશા તમારી પડખે રહે છે. સમાજ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે પણ તમે સંકળાયેલા હશો. રૂઢિગત તથા જૂની પરંપરાઓનું તમારા જીવનમાં કોઈ મૂલ્ય નહીં હોય. કોઈ પણ વ્યક્તિ માટે કશું જ ખરાબ તમે ક્યારેય નહીં ઈચ્છો. તમારા અવાજ બુલંદ છે, જે લોકોને આકર્ષે છે. આથી, તમે જો રાજકારણમાં તમારો હાથ અજમાવશો તો, તમે સામાજિક કલ્યાણના ઘણા કામ કરી શકશો. ગુજરાન ચલાવવાનો સવાલ છે ત્યાં સુધી, તમે વેપાર કરવા કરતાં નોકરી કરવાનું વધુ પસંદ કરશો. સરકારી નોકરી મેળવવા માટે તમે સખત મહેનત કરશો. તમે જો વેપાર કરશો તો પણ સરકાર સાથે કોઈકને કોઈક રીતે વહેવાર રહે એવું તમે કરશો. આર્થિક રીતે તમારી સ્થિતિ ખૂબ જ સારી છે તથા અચાનક ધનલાભની પણ અપેક્ષા રાખી શકાય. લોટરી વગેરેથી પણ તમને લાભ થઈ શકે છે. તમને નાણાં બચાવવાનું તો ગમે જ છે અને આ બધી બાબતો તમને ધનલાભમાં મદદરૂપ થશે. તમને ક્યારેય આર્થિક તાણનો અનુભવ નહીં થાય. આમ છતાં જો તમને આ તંગી વર્તાશે, તો પણ તે હંગામી ધોરણે જ હશે,
શિક્ષા ઔર આવક
તમે દરેક બાબતમાં વિશિષ્ટપણે ચડિયાતા સાબિત થવાની કોશિષ કરશો, આ બાબત તમને હંમેશા સફળ બનાવી શકે છે. તમારી માટે અનુકુળ હોય એવા વ્યવસાયો છે ફૅશન ડિઝાઈનિંગ; મૉડેલિંગ; સ્ટૅજ પરફૉર્મર; રેડિયો અને ટેલિવિઝન; રાજકારણ; સેના; નૃત્ય; કસ્ટમ્સ; પોલીસ; સલામતી દળો; સુરક્ષા રક્ષક; વગેરે
પારિવારિક જીવન
તમે તમારા જીવનસાથી તથા સંતાનોને ખૂબ પ્રેમ કરો છો, તથા તેમની સાથે વધુને વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરો છો. તમે સંયુક્ત પરિવારમાં રહેવાનું પસંદ કરશો. તમારા પરિવાર સાથે તમે સારી રીતે જોડાયેલા હશો તથા પરિવારનું ધ્યાન કઈ રીતે રાખવું એ પણ તમે સારી રીતે જાણતા હશો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024