ઉત્તરાશાધા નક્ષત્ર ભવિષ્યકથન
તમે સુસંસ્કૃત, દિલના સાફ, તથા મૃદુભાષી છો. તમારા ચહેરા પર નિર્દોષતાના ભાવ જોઈ શકાશે. તમારી સામાજિક સ્થિતિ ખાસ્સી સારી હશે તથા તમને બહુ ઝાકઝમાળ પસંદ નહીં હોય, કપડાંનો સવાલ છે ત્યાં સુધી તમે સાદગીમાં વિશ્વાસ ધરાવતા હશો. તમે ધાર્મિક છો તથા અન્યોને માન આપો છો. તમારો સ્વભાવ રહસ્યમય છે. આને કારણે એક જ મુલાકાતમાં તમને પારખાવાનું મુશ્કેલ બની રહેશે. તમારી આંખોમાં અનેરી ચમક હશે તથા તમારા ચહેરા પર મસો હોઈ શકે છે. તમે બધું જ તમારી પૂરી ઈમાનદારીથી કરો છો અને તમે તમારા વિચારો વિશે ખૂબ જ સ્પષ્ટ હશો. તમે ન તો કોઈને છંછેડો છો ન કોઈ સમસ્યા ઊભી કરો છો. તમે દિલથી ખૂબ સારા હોવાને કારણે, તમે ઘણીવાર ગંભીર મુશ્કેલીઓમાં સપડાઈ જાવ છો.તમે જલદીથી કોઈના પર વિશ્વાસ મુકતા નથી, પણ એકવાર તમે કોઈના પર વિશ્વાસ મુકો છો, તો પછી તમે તેમની માટે ગમે તે કરી છૂટો છો. તમે સરળ જીવન પસંદ કરો છો તથા જીવનમાં કોઈ પણ નિર્ણયો ઉતાવળમાં લેતા નથી. તમે જ્યારે કોઈના પર વિશ્વાસ રાખો છો, તો તમે તેમની પાસેથી સલાહ-સૂચનો લો છો. તમે જો કોઈના પર ગુસ્સે ભરાયા હો તો પણ તેમની માટે કઠોર શબ્દોનો ઉપયોગ નથી કરતા તથા તમારા પ્રતિસ્પર્ધીઓ માટે પણ અભાવ કે અણગમો દેખાડતા નથી. તમને આધ્યાત્મમાં પણ રસ હશે. જપ, તપ, વ્રત વગેરે તમને જીવનમાં સફળ બનાવી શકે છે. એકવાર તમે આધ્યાત્મના માર્ગ પર ચાલવાનું શરૂ કરી દેશો, તે પછી તમને તમામ બંધનો તથા ભૌતિક જીવનની ચીજો કંટાળાજનક લાગવા માંડશે. તમે સખત મહેનત કરનારા હોવાથી, તમે સતત કામ કરવામાં માનો છો. કામ હોય કે શિક્ષણ, તમે અન્યોથી આગળ રહેવામાં માનો છો. નાનપણથી જ તમારે તમારા પરિવારની જવાબદારી ઉપાડવી પડશે. આમ છતાં, યુવાનીમાં તમે સારી આવી મોજ-મજા કરશો. જો કે તમારે એ વયમાં કેટલાક મુદ્દાઓને લઈને સજાગ રહેવું જોઈએ. કોઈપણ પ્રકારની ભાગીદારીમાં ઉતરતા પહેલા, વ્યકિતને સારી રીતે જાણી લેવો જોઈએ; અન્યથા તમારે મુશ્કલીઓનો સામનો કરવો પડી શકે છે. 38 વર્ષની ઉંમર બાદ, તમને સાર્વત્રિક સફળતા મળશે. તમારા જીવનસાથી જવાબદાર તથા પ્રેમાળ હશે; પણ તેમનું સ્વાસ્થ્ય તમારી માટે ચિંતાનું કારણ બની શકે છે. તમારી માટે આંખો તથા પેટને લગતી સમસ્યાઓ ચિંતાનું કારણ બની શકે છે. આથી આ દિશામાં સજાગ રહો. તમારો દેખાવ આકર્ષક હશે, પણ તમારો સ્વભાવ જીદ્દા હશે. બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. તમે સુશિક્ષિત હશો તથા શિક્ષણ અથવા બૅન્કિંગ જેવા ક્ષેત્રોમાં વિશેષ સફળતા મેળવી શકશો.
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકુળ વ્યવસાયો લૅક્ચરર અથવા ધર્મોપદેશક; પંડિત; વાર્તાકાર; જ્યોતિષ; વકીલ; ન્યાયાધીશ; જનતાના સેવક; માનસશાસ્ત્ર; સૈન્ય સંબંધિત કામ; પશુપાલન; કુસ્તીબાજ; બૉક્સર; જુડો; કરાટે; એથ્લિટ; શિક્ષક; સુરક્ષા વિભાગ; બૉડીગાર્ડ; આધ્યાત્મિક ઈલાજકર્તા; રાજકારણી; વેપાર બૅન્કિંગ; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં પારિવારિક જીવન સારૂં રહેશે, પણ જીવનસાથી સંબંધિત તણાવ તમને સતત પરેશાન કરશે. તમારા જીવનસાથી સારા સ્વભાવના તથા હળવા-મળવાના શોખીન હશે. તમારા સંતાનોને સારૂં શિક્ષણ મળશે પણ તેમની સાથે તમારે કેટલાક ઘર્ષણો થવાની શક્યતા છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024