ટેરો કાર્ડ રાશિફળ 2024
ટેરો કાર્ડ રાશિફળ 2024 નો આ ખાસ લેખ અમે અમારા રીડર્સ માટે લઈને આવ્યા છીએ જેના કારણે તમે જાણો શકો છો કે ટેરો કાર્ડ મુજબ આવનારું વર્ષ કેવું રહેવાનું છે.જ્યોતિષ,હસ્તરેખા વિજ્ઞાન,અંક જ્યોતિષ વગેરે ની જેમ ટેરો કાર્ડ હંમેશા રાશિફળ માટે પ્રાથમિક સાધનો માંથી એક રહ્યું છે.
ટેરો નો ઇતિહાસ બહુ જુનો છે જે અંદાજે 1400 વર્ષ થી અસ્તિત્વ માં જોવા મળે છે.ટેરો ના ઇતિહાસ વિશે અમે આગળ વિસ્તાર થી જાણીશું.આ ખાસ લેખમાં અમે બધીજ 12 રાશિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશું કે એમના જીવનના અલગ અલગ પહેલુઓ જેમ કે શિક્ષા,વેવસાયિક જીવન,આરોગ્ય અને આર્થિક પક્ષ ઉપર ટેરો નું રાશિફળ શું કહે છે.ટેરોકાર્ડ રાશિફળ 2024 નો આ લેખ તમને વર્ષ 2024 માટે જીવન ની ખાસ યોજનાઓ બનાવામાં મદદગાર સાબિત થશે.તો હવે રાહ કઈ વાત ની છે ચાલો ટેરો નો આ દુનિયા માં પ્રવેશ કરીએ અને જાણીએ વર્ષ 2024 તમારા માટે કેવું રહેવાનું છે.
Click Here To Read In English: 2024 Tarot Reading
શું વર્ષ 2024 માં ચમકશે તમારું નસીબ વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર કરો વાત અને જાણો આ સવાલો ના જવાબ
ટેરો જો જન્મ ક્યારે અને કેવી રીતે થયો આના વિશે કોઈ સટીક જાણકારી તો નથી મળી રહી પરંતુ માનવામાં આવે છે કે આનો જન્મ 1400 વર્ષ પેહલા યુરોપ માં ઇટલી અને આસપાસ ના કોઈ જગ્યાએ થયો હતો.ટેરો 78 કાર્ડ્સ નું એવો એક લેખ છે જેમાં ખાસ કરીને 22 કાર્ડ અને બીજા 56 કાર્ડ્સ ના રૂપમાં એને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે.જેને સુટ કાર્ડ્સ ના નામે પણ ઓળખવામાં આવે છે.બધાને ચાર ભાગમાં અલગ કરવામાં આવે છે જે ચાર અલગ અલગ તત્વો ને પ્રદશિત કરે છે જેમ કે લાકડી અગ્નિને દાર્શવે છે,કપ (કપ્સ) પાણી ને દાર્શવે છે,તલવાર (સવૉર્ડ્સ) વાયુને દાર્શવે છે અને પેન્ટાકલ્સ પૃથ્વીને દાર્શવે છે.ટેરો કાર્ડ્સ ના બધાજ કાર્ડ પર વિસ્તાર,રંગીન અને અર્થપૂર્ણ ચિત્ર બનેલા છે.
ટેરો એ બહુ જલ્દી એ સમયે રહસ્યવાદીઓ વચ્ચે લોકપ્રિયતા મેળવી લીધી હતી.એવામાં એ લોકોને ભવિષ્ય બતાવા માટે ટેરો કાર્ડ નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું.પરંતુ,મધ્યયુગીન કાળ માં ટેરો જાદુ ટોના સાથે માનવામાં આવવા લાગ્યું અને આના કારણે ટેરો ની પ્રતિસ્થા અને કામો ને સારો ઓળખ નહિ મળી કારણકે ઘણી જગ્યાએ લોકોએ એનો ત્યાગ કરી નાખ્યો.પરંતુ 21 મી સદીમાં ટેરો ફરીથી માર્કેટ માં આવી ગયું છે અને સારું નામ પણ બનાવી લીધું છે અને હવે દુનિયાભરમાં અને ભારત માં પણ રહસ્યવાદીઓ અને જ્યોતિષ દ્વારા આને સક્રિય રૂપમાં જવું અને આનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો છે.
ટેરો ના ઇતિહાસ વિશે જાણીયા પછી આવો આ રહસ્યમય દુનિયામાં વધારે આગળ વધીએ અને ટેરો કાર્ડ રાશિફળ 2024 ની મદદ થી જાણીએ કે બધીજ 12 રાશિઓ માટે આવનારો સમય 2024 કેવો રહેવાનો છે.
મેષ રાશિ
મેષ રાશિ,રાશિચક્ર ની પેહલી રાશિ હોય છે અને આની શક્તિ અગ્નિતત્વ ની છે.આને વધારે લાકડી ના કાર્ડ દ્વારા દર્શવા માં આવે છે.મેષ રાશિના લોકો જોખમ લેવાવાળા,સાહસી સ્વભાવના અને આત્મવિશ્વાસી હોય છે અને એમનામાં એલ પ્રાકૃતિક નેતૃત્વ ગુણ હોય છે જે એમને મેજર આરકાના કાર્ડ ની જેમ અલગ કરે છે.મેષ રાશિના લોકો સ્વભાવ માં વિદ્રોહી હોય છે અને સમાજના સામાજિક માનદંડ ની વિરુદ્ધ જવાનું પસંદ કરે છે.તો આવો જાણીએ ટેરો કાર્ડ રાશિફળ 2024 મેષ રાશિના લોકો માટે શું ભવિષ્યવાણી લઈને આવવાનું છે.
પ્રેમ જીવન : મેષ રાશિના લોકોને આ વર્ષે પ્યાર અને પારિવારિક મદદ બહુ મળવાની છે.આ રાશિના જે લોકો શાદીશુદા છે એમની પ્રબળ સંભાવના છે કે બહુ જલ્દી તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થવાની છે અને એ જ વ્યક્તિ હશે જેની સાથે તમારું ભવિષ્ય જોઈએ છીએ,તમારું ઘર વસાવા માંગો છો,અને લગ્ન કરવા માંગો છો.આ વર્ષે તમારા લગ્ન ના પ્રબળ યોગ બનતા નજર આવી રહ્યા છે.તમે જે વ્યક્તિ ને મળશો એ લગ્ન કરવા માટે અને પારિવારિક જીવન ચાલુ કરવા માટે તમારા જેટલોજ ઉત્સુક નજર આવશે.આના સિવાય વર્ષ 2024 નો આ સમય એવો સમય સાબિત થશે જયારે આ રાશિના પ્રેમી લોકો લગ્ન નો વિચાર કરી શકે છે.જે લોકો ડેટિંગ કરી રહ્યા છે એમની આ સમયે લગ્ન થઇ શકે છે અને જેની પેહલાથી જ લગ્ન થઇ ગયા છે એ લોકો આ સમયે પોતાના જીવનનો આનંદ ઉઠાવશે.પરંતુ તમારે તમારા અભિમાન પર નિયંત્રણ રાખવાની જરૂરત છે અને તમારા સબંધ માં બહુ વધારે આત્મકેદ્રિત થવાથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : મેષ રાશિના લોકો ટેરો કાર્ડ રાશિફળ 2024 આ વાત તરફ સંકેત આપી રહ્યો છે કે વર્ષ 2024 માં તમારી નાણાકીય સ્થિતિ ઉત્કૃષ્ટ રેહવાની છે.આ વર્ષ તમે ઘર ખરીદવામાં નિવેશ કરી શકો છો.મેષ રાશિના લોકો માટે સૌથી ખાસ વાત એ છે કે તમારે પોતાની ઉપર વિશ્વાસ કરવાનો છે અને તમારી આંતરિક ભાવનાઓ સાથે ચાલવાનું છે.આ વર્ષ તમને આરામ થી પૈસા કમાવા અને તમારા પૈસા ને બચાવાના ઘણા મોકા આપશે.આ સમય દરમિયાન મેષ રાશિના લોકોનું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે પરંતુ તમારી ઉચ્ચ સક્રિયતા ના કારણે તમે જલ્દબાજી માં કોઈ નિર્ણય લઇ શકો છો એટલા માટે બહુ જરૂરી છે કે તમે તમારા મન ને શાંત રાખો અને તમારી શક્તિ ના સ્ત્રોત ને નિયંત્રણ કરવા માટે યોગ ની મદદ લ્યો.
શિક્ષણ : મેષ રાશિના લોકો ટેરો કાર્ડ રાશિફળ 2024 સંકેત આપી રહી છે કે આ વર્ષ તમારા માટે બહુ લાભકારી અને ફળદાયક રહેવાનું છે.નવું વર્ષ ખાસ કરીને એ લોકો માટે શુભ રહેશે જે સેના અથવા પુલીશ માં નોકરી માટે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે.જો તમે કોઈપણ પ્રકારના પરિણામ ની રાહ જોઈ રહ્યા છો તો આ વાત ની પ્રબળ સંભાવના દેખાઈ રહી છે કે આમાં તમને સફળતા મળવાની છે.
વ્યાવસાયિક જીવન: મેષ રાશિના લોકો આ વર્ષે કામ માં આનંદ લેતા નજર આવશે.નવા કામ અને ચુનોતીઓ ના કારણે તમારા વેવસાય પ્રત્ય તમારો ઉત્સાહ અને પ્રેમ વધી શકે છે.આ વર્ષે રોજગાર ની સંભાવનાઓ પણ તમારા જીવનમાં અચાનક આવી શકે છે.આ તમારી નોકરીમાં એક નવા ચરણમાં પ્રવેશ કરવા સમાન છે જ્યાં તમે બહુ ખાસ નજર આવશો.મેષ રાશિના લોકો આ વર્ષ ની શુરુઆત માં ચાલુ કરેલ વેવસાય અથવા યોજનાઓ માં શુભ પરિણામ મેળવશે.જો તમે તમારી કારકિર્દી માં કોઈ બદલાવ કરવા માંગો છો તો બદલાવ માટે આ વર્ષ બહુ શુભ સાબિત થશે.નવા સંગઠન અથવા નવા કાર્યક્ષેત્ર માં જાવ છો તો તમારી પ્રોફાઈલ થોડી લો રાખો તો તમારા માટે બધુજ સારું રહેશે.
શુભ કલર : લાલ
ભાગ્યશાળી પથ્થર : બ્રોન્ઝાઇટ
વૃષભ રાશિ
વૃષભ રાશિ રાશિચક્ર ની બીજી રાશિ છે અને આ બહુ વધારે વેવહારિક અને સ્થિર રાશિ માનવામાં આવે છે.વૃષભ રાશિના લોકો જિદ્દી અને દ્રઢ નિશ્ચય વાળા હોય છે.સ્વદેશી ના તીવ્ર લક્ષણ ટેરો કાર્ડ માં ધ હેરોફેન્ટ ના કાર્ડ સાથે મળે છે.આ રાશિના લોકો વાસ્તવિકવાદી જમીન સાથે જોડાયેલા અને વિનમ્ર સ્વભાવ ના હોય છે.જે પોતાના જીવનમાં પહાડ ને હટાવાનો નિર્ણય પણ લઇ લયે તો એનાથી પાછળ નથી હટતા.આ લોકોની આ ખાસિયત બતાવે છે કે આ લોકો પોતાના જીવનમાં કેટલા પ્રતિબંધ હોય છે.આના સિવાય વૃષભ રાશિના લોકોની બધીજ ચાહત હંમેશા સ્થિરતા ની હોય છે.તમે રચનાત્મક વસ્તુઓ કરવા અને તમારી પ્રકૃતિ માં રહેવાનું વધુ પસંદ કરશો.આ રાશિના લોકો સારા કલાકાર હોય છે કારણકે તમારામા આ પ્રકારના ગુણ જોવા મળે છે.આના સિવાય વૃષભ રાશિના લોકો પૌષ્ટિક ભોજન કરવાના બહુ વધારે શોખીન હોય છે.
પ્રેમ જીવન : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ વૃષભ રાશિના લોકો માટે આ વર્ષ બહુ શાનદાર રહેવાનું છે.આ દરમિયાન તમે આનંદમય અને ઉત્સાહ થી ભરેલા જીવનનો આનંદ ઉઠાવશો.તમે ગંભીર અને લાંબા સબંધ ની રાહ જોતા નજર આવી શકો છો અને મુમકીન છે કે તમે ખાલી ખુશી માટે ડેટ નહિ કરો.આ રાશિના જે લોકો પહેલાથીજ કોઈ રિલેશનશિપ માં છે એ લોકો પોતાના સબંધ ને ગંભીરતા થી આગળ લઇ જશે.આના સિવાય આ રાશિના ઘણા લોકો પોતાના પાર્ટનર ને પોતાના પરિવાર સાથે મળાવાનો નિર્ણય પણ લઇ શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : વાત કરીએ આર્થિક પક્ષ ની તો હીરોફેન્ટ તમને પ્રખ્યાત સ્થાપિત સંસ્થાઓ માં પોતાના પૈસા ને સુરક્ષીત રાખવાની સલાહ આપે છે.જો તમે કોઈપણ પ્રકાર ની પરેશાની થી બચવા માંગો છો તો જુગાર જેવી વસ્તુઓ માં ભાગ નહિ લો.આના સિવાય પૈસા કમાવા માટે જેમકે સાઈડ માં નોકરી જે તમને પુરી રીતે સમજ માં નહિ આવે કે નાણાકીય સ્થિતિ તમારા માટે સમસ્યા નું કારણ બની શકે છે.વૃષભ રાશિના લોકોને કોઈપણ મોટી બીમારી કે ચોટ થી ગુજરવું નહિ પડે.એવા માં આરોગ્યના દ્રષ્ટિકોણ થી પણ આ વર્ષ તમારા માટે બહુ શાનદાર સાબિત થશે.
શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ મુજબ વૃષભ રાશિના લોકો વિજ્ઞાન,તથ્યો અને ધર્મ વિશે આ વર્ષે વધારે શોધ કરવી અને એને સમજવાની ચાહ રાખવા માંગશે.વર્ષ 2024 માં તમે કોઈ નવી તકનીકી આવિષ્કારો સાથે પણ જોડાય શકો છો એટલા માટે ગુપ્ત વિજ્ઞાન અથવા જ્યોતિષ શીખવા માંગે છે તો આ વર્ષ તમારા માટે સારું રહેવાનું છે.આના સિવાય આ વર્ષ એવું છે જયારે તમને ગુરુઓ થી બહુ મદદ મળશે.વૃષભ રાશિના વિદ્યાર્થી માટે આ વર્ષ ઉન્નતિ લઈને આવશે.
વ્યાવસાયિક જીવન: વૃષભ રાશિના લોકો વર્ષ 2024 માં વધારેપડતા ભાગમાં કામ પ્રતિબદ્ધતાઓ માં ભાગ લેતા નજર આવશે અને આના કારણે તમારે ઘણી બધી યાત્રાઓ પણ કરવી પડશે.પરંતુ,જો તમે યાત્રા નહિ કરો તાઓ આખું વર્ષ કામ માં વ્યસ્ત નજર આવશો.વૃષભ રાશિના લોકો ને આ વર્ષે તમારી પાસે કામ ને પ્રતિબંધ કરવા માટે વધારે અધિકાર અને શક્તિ રેહવાની છે.આના સિવાય પુરુસો ની તુલનામાં આ વર્ષે સ્ત્રીઓ ને વધારે ઉન્નત મળવાની સંભાવના છે અને તમે એક મહિલા બોસ ને આધીન પણ કામ કરી શકો છો જે તમને સારી સમર્થન કરતી નજર આવશે.પરંતુ તમારે સાવધાન રેહવું પડશે કે તમે વધારે અભિમાની નહિ થઇ જાવ નહિ તો એનાથી તમારે પરેશાની ઉઠાવી પડી શકે છે.વૃષભ રાશિના લોકો આ વર્ષે દ્રઢ ઉધમ આત્મવિશ્વાસી અને સહજ રહેશે.
ભાગ્યશાળી કલર : કમળ ગુલાબી
ભાગ્યશાળી પથ્થર : પન્ના
મિથુન રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ મિથુન રાશિના લોકોના જીવનમાં વર્ષ 2024 માં ઘણા બધા બદલાવ આવવાની આશંકા છે.ખાસ કરીને જો તમે પ્રબંધન માં કામ કરો છો તો તમારા જીવનમાં આ પરિવર્તન જરૂર આવી શકે છે.મુમકીન છે કે તમારા શીર્ષ પ્રબંધન ગુપ્ત રૂપ થી અંદરની સરંચના થી કોઈ મોટા બદલાવ ની તૈયારી કરી રહ્યા છે અને આવી કાર્યવાહી ઘોસિત થયા પછી તમારા જીવનમાં અપ્રત્યયક્ષિત બદલાવ જોવા મળશે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો નિર્દશક કે ઉચ્ચ સ્તરીય પ્રબંધક પોતાના કામ બીજા ના હાથ માં મુકીને અચાનક સેવાનિવૃત્ત થઇ શકે છે.એવા માં મિથુન રાશિના જે લોકો કોઈ ઊંચા સ્તર ઉપર છે એ કોઈ મોટા સમાયોજન માટે તૈયાર છે.આના સિવાય મુમકીન છે કે વર્ષ 2024 માં તમારી આગળ પાછળ ઘણી બધી અફવાઓ અને ગપસપ થઇ શકે છે કારણકે ટુ ઓફ સવૉર્ડ્સ નું કાર્ડ પર્યાવરણ નું કાર્ડ છે એટલા માટે સાવધાન અને સતર્ક રહો.આના સિવાય લવર્સ ટેરો કાર્ડ ની જેમ વર્ષ 2024 માં તમારા દ્રન્દ્ય નો પણ ઉપયોગ તમારે કરવો પડી શકે છે.
પ્રેમ જીવન : રોમાન્સ અને પરિવાર ના દ્રષ્ટિકોણ થી મિથુન રાશિના લોકો માટે વર્ષ 2024 અનુકુળ સમય સાબિત થશે.મિથુન રાશિના અવિવાહિત લોકો સંભવત જલ્દી કોઈ વ્યક્તિ ને મળી શકે છે અને એની સાથે તમે ઘર વસાવાનું અને લગ્ન કરવાનો વિચાર કરી શકો છો.આના સિવાય 2024 માં પ્રેમ માં પડેલા લોકો પણ લગ્ન નો નિર્ણય લઇ શકે છે.વર્ષ 2024 ડેટિંગ અને લગ્ન કરવા માટે શાનદાર સમય સાબિત થશે.આના સિવાય મિથુન રાશિના જે લોકો પહેલાથીજ શાદીશુદા છે એમનું જીવન સંતુષ્ટિ દાયક રહેવાનું છે.એની સાથે મિથુન રાશિના વિવાહિત લોકો આ વર્ષે બાળક ની ઉમ્મીદ પણ કરી શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ વર્ષ 2024 માં મિથુન રાશિના લોકો ને આરોગ્ય સમસ્યા થી ઝૂઝવું પડી શકે છે અને મુમકીન છે કે આ વર્ષે એક પછી એક સમસ્યા તમારા જીવનમાં બનીજ રહેશે.પરંતુ આ સારી વાત છે કે તમે એક એક કરીને બધીજ સમસ્યા નો હલ કાઢીને આવશો.આ વર્ષે ગરદન અથવા ફેફડા ને લગતી સમસ્યા,બાયપોલર ડિસઓર્ડર,અંજાયટી વગેરે જેવી પરેશાનીઓ તમારા જીવનમાં આવી શકે છે.વાત કરીએ પૈસા ની તો તમે આખું વર્ષ પૈસા માં સ્થિરતા અને સુરક્ષા નો આનંદ લેશો.ખાસ કરી ને મિથુન રાશિના આ લોકો ભાગીદારી માં વેપાર અથવા ટીમવર્ક માં લાગેલા છે.તમને સારો નફો મળી શકે છે.આના સિવાય તમે સારો પગાર કે બોનસ ની પણ ઉમ્મીદ કરી શકો છો આની પણ પ્રબળ સંભાવના છે.
શિક્ષણ : આ રાશિના જે લોકો ગણિત અથવા વિત નો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે વર્ષ 2024 સામાન્ય રહેવાનું છે પરંતુ જો તમે માસ મીડિયા અને ડિઝાઇનિંગ જેવા રચનાત્મક વસ્તુઓ સાથે જોડાયેલા છો તો તમારે તમારા વિચારો ને બીજા સુધી પોહ્ચાડવામાં થોડી પરેશાની આવી શકે છે.
વ્યાવસાયિક જીવન: મિથુન રાશિના લોકોને વિદેશ માં નોકરી મળવાની પ્રબળ સંભાવના છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ આ વર્ષે મિથુન રાશિના લોકો પદ અથવા હોદ્દો બદલી જવાની પણ ઉમ્મીદ કરી શકે છે.જો તમે નોકરી ની ખોજ માં છો તો કોઈ સારી અને નવી નોકરી તમને તમારા જીવનમાં આ વર્ષે મળી શકે છે.પરંતુ તમને એ વાત ની જાણકારી હોવી જોઈએ કે નવી કંપની ની અંદરની સંરચના બદલી શકે છે.વર્ષ 2024 માં યાત્રા કે હોસ્પીટ્લલીટી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સારું પ્રદશન કરશે.આમાંથી ઘણા બધા લોકો નોકરી છોડીને વેપાર પણ ચાલુ કરી શકે છે અને આમ તમને સફળતા પણ મળશે.
શુભ કલર :લીલો
ભાગ્યશાળી પથ્થર: સર્પન્ટાઇન
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
કર્ક રાશિ
કર્ક રાશિ પર ચંદ્રમા ગ્રહ નું શાસન હોય છે જેને એક બહુ શીતલ જલ તત્વ ની રાશિ માનવામાં આવે છે.કર્ક રાશિના લોકો માં અંતર ભાવ ની પ્રબળ ભાવના જોવા મળે છે અને એની સાથે પોતાની આસપાસ ની વસ્તુઓ પ્રત્ય બહુ જાગરૂક હોય છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ કર્ક રાશિવાળા ના નસીબમાં આ આખું વર્ષ ઘણા બધા ઉતાર ચડાવ જોવા મળશે.ધ ચેરિયત નું કાર્ડ દાર્શવે છે કે વર્ષ 2024 માં તમારા જીવનમાં એક પ્રવાહ હંમેશા બની રહેશે.વર્ષ 2024 દરમિયાન તમારા જીવનમાં ઘણા બદલાવ આવી શકે છે.આ બદલાવ વ્યક્તિગત જીવન,વેવસાયિક જીવન,આરોગ્ય કે આર્થિક જીવન કોઈપણ જગ્યાએ નજર આવી શકે છે.
પ્રેમ જીવન : કર્ક રાશિના લોકો માટે પોતાના સબંધ માં ભાગદોડ સંભાળવાનો સમય આવી ગયો છે અને આ એ સમય છે જયારે તમારે સુનિશ્ચિત કરવું પડશે કે તમે ખરેખર તમારા જીવનમાં શું ઈચ્છો છો.પ્રેમ ટેરો રીડિંગ તમને આ વર્ષે પોતાનો ઉદ્દેશ નિર્ધારિત કાર્ય પછી કોઈ નિર્ણય લેવા માટે સંકેત આપી રહ્યું છે.જયારે તમે તમારી લવ લાઈફ ની જિમ્મેદારી સંભાળી લેશો ત્યારે તમને નિશ્ચિત રૂપથી લાભ થશે.તમારા જીવનમાં સફળતા તમારો સાહસ,દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ ના દમ પર જરૂર મળવાની છે.વ્યક્તિગત જીવન અને બીજા બધા સબંધ ને સંતુલિત કરવા આ વર્ષે જરૂરત પડશે.આવામાં દ્રઢ સંકલ્પ સાથે આગળ વધો અને આ વર્ષે તમારા સબંધ માં આવનારી બધીજ મુશ્કેલીઓ પર તમે બહુ આસાનીથી વિજય મેળવી શકશો.
આર્થિક જીવન અને આરોગ્ય : આ વર્ષે તમને ખાલી તમારી ઈચ્છાઓ ને લચીલા બનાવા અને ફરીથી નિર્દશિત કરવા માટે જરૂરત પડશે અને આ રીતે તમે તમારા માટે સુરક્ષિત આર્થિક સ્થિતિ બનાવામાં સફળ થશો.પરંતુ જો તમે તમારા વિત ને પ્રબંધ કરવા માટે અને યોજના બનાવામાં અસફળ રહો છો તો તમારે નુકસાન પણ ઉઠાવું પડી શકે છે.આજ રીતે જો તમે તમારા વ્યસનો વગેરે પાસે નમી જશો તો તમારે આરોગ્ય ને લગતી સમસ્યા પણ ઉઠાવી પડી શકે છે.પરંતુ જો તમે પોતાની જાતને નિયંત્રણ રાખો છો તો તમારું વર્ષ 2024 મ આરોગ્ય ઉત્તમ રહેશે.
શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ આ સમયે તમારે ફોકસ બનાવી રાખવા માટે બહુ મેહનત કરવાની જરૂરત પડશે કારણકે તમને મળેલું કાર્ડ એજ પ્રકારના સંકેત આપી રહ્યું છે કે તમે તમારા ઉદ્દેશ થી ભટકી શકો છો કે પછી ભ્રમિત થઇ શકો છો.એવા માં જો તમે એ સમજી જશો કે આ નકારાત્મક શક્તિઓ ને તમારે નિયંત્રિત કેવી રીતે કરવી અને લક્ષ્ય તરફ કેવી રીતે વધવાનું છે તો તમે અભ્યાસમાં ઉત્કૃષ્ટતા મેળવી શકો છો.
વ્યાવસાયિક જીવન: કર્ક રાશિના લોકો માટે વર્ષ 2024 પ્રોફેશનલ પક્ષ ના દ્રષ્ટિકોણ થી બહુ વ્યસ્ત રહેવાનું છે.તમને ઘણી બધી પરિયોજના આ વર્ષ સોંપવામાં આવી શકે છે જેનાથી તમારી કાર્યભાર બહુ વધારે રહેવાનો છે.એક પરેશાની જે તમારા જીવનમાં ઉભી થઇ શકે છે એ છે સંસાર તુટવાની પ્રવૃત્તિ.મુમકીન છે કે તમે તમારા સાથીદારો ને વસ્તુઓ સમજાવામાં અસફળ થઇ શકો છો.એવા માં કાર્યભાર અને સંસાર સબંધિત સમસ્યા વર્ષ 2024 માં તમારા વેવસાયિક ઉન્નત ના માર્ગ માં બાધા બની શકે છે.આના પ્રત્ય ખાસ ધ્યાન આપો.
શુભ કલર : લીંબુ પીળો
ભાગ્યશાળી પથ્થર: સ્મોકી ક્વાર્ટઝ
સિંહ રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 આ વાત ના સંકેત આપી રહ્યું છે કે સિંહ રાશિના લોકો માટે આ આવર્ષ 2024 બહુ ભાગ્યશાળી અને શુભ રહેવાનું છે.આ વર્ષ તમારા જીવનમાં ઘણા બધા પરિવર્તન લઈને આવવાનું છે અને તમારા ઈરાદા સાકાર કરશે.તમે વર્ષો થી જમા કરેલી સંપત્તિ થી પૈસા બનાવાની યોજના પણ આ વર્ષે બનાવી શકો છો જેનાથી પર્યાપ્ત લાભ તમને મળશે.જે લાભ ની તમે આશા રાખી હશે એ તમને આગળ વધારશે અને જીવનના બધાજ પહેલું માં તમને લાભ પોંહચાડશે.
પ્રેમ જીવન : સિંહ રાશિના લોકો તમારા રોમેન્ટિક જીવનમાં સંદર્ભ માં નવા સબંધ ચાલુ કરવા માટે કે પુરા કરવા માટે વર્ષ 2024 સહાયક સાબિત થશે.મુમકીન છે કે તમને વધારે અનુકુળ અને સહયોગી બનવા માટે પાછળ ના વેવહાર,દ્રષ્ટિકોણ અને સોચને સમાયોજિત કરવાની જરૂરત પડે.પોતાના સાથી સાથે વધારે કડક કે આલોચનાત્મક નહિ થવાનો પ્રયાસ કરો.પરિવારમાં બધીજ વસ્તુઓ ને શાંતિપૂર્ણ અને શાનદાર બનાવી રાખવા માટે ખોટા વિવાદ અને લડાઈ ઝગડા થી બચવાનો પ્રયાસ કરો.આ રાશિના લોકો જેને પસંદ કરે છે કે મુમકીન છે કે એ ખરેખર તમારા માટે પ્રતિબદ્ધ નહિ હોય.જે વ્યક્તિ માં તમે રુચિ રાખો છો મુમકીન છે કે એ પ્રતિબદ્ધ લાંબા સબંધ ની રાહ માં નહિ હોય કે પોતાના સાથીમાં રુચિ જગાડવામાં પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ આ વર્ષે તમે આર્થિક રૂપે સ્થિર અને આરામદાયક સ્થિતિમાં નજર આવશો.કહેવાનો મતલબ એ છે કે તમે તમારા આર્થિક નિર્ણયો અને વિકલ્પો ને લઈને બહુ બુદ્ધિમાની અને સ્થિર થઈને નિર્ણય લઇ શકો છો.તમારા નિર્ણય ઉપર નિયંત્રણ અને અનુશાસન તમને સમૃદ્ધ થવા અને સકારાત્મક પરિણામ મેળવામાં સહાયક સાબિત થશે.તમારે તમારી વિત્તીય યાત્રા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને દ્રઢ રેહવાની સલાહ આપવામાં આવે છે.આના સિવાય તમે નિવેશ અને ખર્ચા ઉપર ધ્યાન આપો અને તમારા પૈસા ખોટી વસ્તુઓ માં નહિ બગાડો.વર્ષ ના અધિકાંશ ભાગમાં આરોગ્ય તમારા માટે ચિંતા નો વિષય નહિ રહે.તમે વર્ષ ને આરામ ની ગુજારવામાં સફળ રેહશો.
શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ સિંહ રાશિના વિદ્યાર્થી માટે આ વર્ષ આશાજનક અને પ્રગતિશીલ વર્ષ સાબિત થશે.જે લોકો આઈપીએસ કે આઈએએસ પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે કે પછી રાજકારણ વિજ્ઞાન નો અભ્યાસ કરી રહ્યા છે એમના માટે આ વર્ષ સફળતા લઈને આવશે.તમે તમારી પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ની સાથે પાસ થવામાં સફળ થશો.
વ્યાવસાયિક જીવન: આ વર્ષે તમે કોઈ નવો રચનાત્મક વેપાર,પ્રોજેક્ટ કે નોકરી ચાલુ કરી શકો છો જેના પ્રત્ય તમે બહુ ભાવુક છો અને જેને તમે લાંબા સમય થી તમારા દિલ માં રાખેલું છે.જો તમે આ સમય નો વધારેમાં વધારે લાભ ઉઠાવી શકો છો અને આનું સાચી રીતે પોષણ કરો છો તો આ રચનાત્મક વિચાર તમને વિત્તીય સફળતા પણ આપશે અને તમને ઘણા બધા લાભ પણ આપશે.તમને પૈસા અને ફાઇનાન્સ ને લગતા શુભ સમાચાર મળવાની પ્રબળ સંભાવના છે.વિત્તીય મામલો ને તમારી અંતર મન ની સાંભળો તમને સફળતા મળશે.
શુભ કલર : ચમકીલો નારંગી
ભાગ્યશાળી પથ્થર: પીળો ક્વાર્ટઝ
કન્યા રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 એ વાત નો સંકેત આપી રહ્યો છે કે કન્યા રાશિના લોકો આ વર્ષ ડર,બોરિયત અને સંતુષ્ટિ અને એની સાથે અસહજતા મહેસુસ કરી શકે છે.વર્ષ 2024 માં કન્યા રાશિના લોકો શાયદ વધારે સારું મહેસુસ નહિ કરે કે પછી એમને એવું પણ લાગે કે એમના માટે કંઈપણ સારું નથી થઇ રહ્યું.તમે પોતાને નિરંતર ડર,અસુરક્ષા અને નિયંત્રણ થવાની કોશિશ માં મેળવશો.તમે જેટલો બીજાને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરશો એટલાજ તમે સક્ષમ થવામાં અસફળ થઇ શકો છો.ડેવિલ નું કાર્ડ એ વાત નું સંકેત આપી રહ્યું છે કે કન્યા રાશિના લોકોને અનૈતિક કામો માં ભાગ લેવું આ વર્ષે મોંઘુ પડી શકે છે.આ તમારી અંદર વધારે ડર,અસુરક્ષા પેદા કરી શકે છે અને તમારા માટે ખતરો પણ બની શકે છે.એના સિવાય ડેવિલ નું કાર્ડ એ પણ સંકેત આપી રહ્યું છે કે કન્યા રાશિના લોકો માટે આ વર્ષ કઠિનાઈ વાળું સાબિત થઇ શકે છે.આવું વાતાવરણ હોવાથી મુમકીન છે કે તમે કોઈ દૂર જવાનું એકે એનાથી બચવાનું વિચારશો.પરંતુ આ સમસ્યા નું સમાધાન નથી.
પ્રેમ જીવન : 2024 માં પ્યાર ના સંદર્ભ માં કન્યા રાશિના લોકોને નસીબ નો સાથે નહિ મળે.આ રાશિના સિંગલ પુરુષોને ફેશન અને આકર્ષણ માં બહુ વધારે સમજણ હોય છે પરિણામ સ્વરૂપ થયુ ઉલટું લિંગ નું બહુ વધારે ધ્યાન પોતાની તરફ કેદ્રિત કરવામાં સફળ હોય છે.પરંતુ વાત કરીએ કન્યા રાશિની સ્ત્રી ની તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા પ્યાર અને ભાવનાઓ ને પોતાના સાથી ની આગળ જેટલું બની શકે એટલું ખુલીને વાત કરો.પેહલા વાત કરવામાં અચકાતા નહિ.તમારી ભાવનાઓ અને વાતો ને સારી રીતે સમજી અને સ્વીકાર કરવામાં આવશે.પરંતુ તમારે એવા લોકો થી સાવધાન રેહવું પડશે કે જે તમારી સાથે સબંધ માં ખોટું બોલી શકે છે.આ રાશિના શાદીશુદા લોકોને પોતાના જીવનસાથી ની ભાવનાઓ અને સ્વભાવ પ્રત્ય સાવધાની રાખવી પડશે.તમારે બહુ વધારે સંવેદનશિલ અને મુડી હોવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને હતાશા ની અને લઇ જઈ શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ તમારું વિત્તીય રાશિફળ આ વર્ષે સુરક્ષિત રહેવાનું છે અને તમે પોતાને સહજ મહેસુસ કરશો.આ એ વાત ના પણ સંકેત આપે છે કે આર્થિક રૂપથી સારા નિર્ણય લેતા અને પોતાને એક સ્થિર સ્થિતિ માં લઇ જતા નજર આવશો.તમે સમૃદ્ધ જીવન વીતાવશો અને તમને સારા પરિણામ મળશે કારણકે તમે પોતાને ઘણા સમય થી અનુશાસિત કરેલા છે અને તમે નિર્ણય લેવાની આવડત ને ઘણા સમય સુધી નિયંત્રણ પણ કર્યું છે.પરંતુ આર્થિક રૂપે પોતાને અને વધારે સફળ બનવા માટે વધારે ફોકસ રાખવાનું અને આગળ વધવાની સલાહ આપવામાં આવે છે.તમારા નિવેશ અને ખર્ચા ઉપર ધ્યાન નહિ આપીને પૈસા બરબાદ નહિ કરો.તમને વર્ષ ના અધિકાંશ સમય માં તમારા આરોગ્ય વિશે પણ ચિંતા નહિ કરવી પડે અને તમે કોઈપણ આરોગ્ય સમસ્યા વગર આમાંથી નીકળવામાં સક્ષમ રેહશો.
શિક્ષણ : પ્રિય કન્યા રાશિના વિદ્યાર્થીઓ,જો તમે ફાઇનાન્સ અને સંખ્યા નું અધ્યન કરી રહ્યા છો તો આ વર્ષ તમારા માટે અનુકુળ રહેશે,પરંતુ જો તમે જનસંચાર જેવી રચનાત્મક વસ્તુઓ નું અધ્યન કરી રહ્યા છો તો તમારે તમારા વિચારો ને બીજા ની સામે રજુ કરવામાં ઘણી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
વ્યાવસાયિક જીવન: ડી ડેવિલ કાર્ડ થી સંકેત મળી રહ્યા છે કે કન્યા રાશિના લોકો પોતાના અત્યારના કરિયર માં અસંતુષ્ટ હોઈ શકે છે અને એવા માં તમે એમાંથી બહાર નીકળવાના અવસર ની રાહ જોય રહ્યા હશો.આ વર્ષે કન્યા રાશિના લોકો ની ચિંતા અને અસુરક્ષા ની ભાવના પરેશાન કરશે જેનાથી તમે તમારી હાલ ની નોકરી છોડવાં માટે પ્રરિત થઇ શકો છો.કામ શોધી રહ્યા લોકો બહાર નીકળવા અને અવસર ને શોધવા માટે બધાજ મુમકીન પ્રયાસ કરતા નજર આવશે.ઘણા લોકોને નોકરી ને પ્રસ્તાવ મળી શકે છે.આવી સ્થિતિ માં તમે આને લેવા માટે પણ વિચારી શકો છો.પરંતુ ભલે તમે તમારી નવી નોકરીમાં હોવ પરંતુ કન્યા રાશિના લોકો આ વાત નું ખાસ ધ્યાન રાખો કે ચિંતા બને,અને અનિશ્ચિતાઓ ની આવી સ્થિતિ તમારા જીવનમાં ઘણી વાત આવતી રહે છે.મુમકીન છે કે નવી કાર્ય જગ્યાએ ઘણા લોકો પોતાના ચારો અને કાર્યાલય ની રાજનીતિ થતી પણ જોશે.
શુભ કલર : હલકો લીલો
ભાગ્યશાળી પથ્થર: એમેઝોનાઈટ
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
તુલા રાશિ
તુલા રાશિના લોકો પર શુક્ર ગ્રહ નું શાસન હોય છે અને તમે સંતુલન તરફ વધારે ધ્યાન આપો છો.તુલા રાશિના લોકો સંતુલન ના પ્રતીક ને બહુ પસંદ કરે છે જે તુલા રાશિનું પ્રતિનિધિત્વ પણ કરે છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ તુલા રાશિના લોકો માટે 2024 પ્રયાસ અને કડી મેહનત નું વર્ષ રહેવાનું છે.વધારે મેહનત કરવાથી તમારી ઉપલબ્ધીઓ અને સફળતા વધશે.બહુ વધારે નફો મળવાની સંભાવના છે.ખાસ કરી ને એ લોકો ને જે વેપાર સાથે જોડાયેલા છે.આ વર્ષે તમે તણાવ મુક્ત તો નહિ રહો અને શક્તિ નો અહેસાસ પણ તમારા ઉપર ભારી રહેશે.તમે વર્ષ ના અધિકાંશ સમયમાં વધારે મેહનત કરતા નજર આવશો.આ તમને વેપાર માં કે પછી કોઈ વેપાર માં કામ કરતી વખતે એને વેવસ્થિત કરવા અને એક રૂપરેખા કે પ્રણાલી બનાવાવાળું પણ સાબિત થઇ શકે છે આ વર્ષ. રાશિના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.ખાસ કરીને આ રાશિના વૃદ્ધ લોકોને કારણકે આ વર્ષે હૃદય ને લગતી સમસ્યા તમારા જીવનમાં ઉભી થઇ શકે છે.આ વર્ષે તમારે કોઈના વિશ્વાસઘાત નો પણ સામનો કરવો પડી શકે છે.તમે એવું મહેસુસ કરી શકો છો કે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ જઈ રહી છે જેનાથી તમે જીવનમાં ઠગ થઇ અને દુઃખી મહેસુસ કરશો.
પ્રેમ જીવન : આ વર્ષે તુલા રાશિના સિંગલ લોકો માટે પ્રેમ ની ઘણી સંભાવનાઓ એમના જીવનમાં દસ્તક આપશે પરંતુ તમારો નકચઢો સ્વભાવ થી મુમકીન છે કે એમાં રુકાવટ બને અને તમે જે શોધી રહ્યા છો એ તમને મળે નહિ.તમે કોઈની ઉપર પુરી રીતે વિશ્વાસ નહિ કરી શકો.ભલે એ તમારા માટે કેટલો પણ ઈમાનદાર કેમ નહિ હોય તુલા રાશિના લોકો એવું પણ મેહસૂસ કરી શકે છે કે એમના સંબંધમાં ફરીથી ચમક આવી રહી છે અને એ તેમના સાથીઓ સાથે મળીને આનંદ લેતા નજર આવશે.આ વર્ષે સલાહ આપવામાં આવે છે કે લગ્ન કરીને તમારું ઘર વસાવી લો તો બાળક કરીને તમારા જીવનને આગળ ના સ્તર પર લઇ જઈ શકો.આના માટે આ વર્ષ બહુ અનુકુળ સંકેત આપી રહ્યું છે.
આર્થિક જીવન અને આરોગ્ય : તમારા આરોગ્યના દ્રષ્ટિકોણ થી આ વર્ષ સારું રહેવાનું છે.આ વર્ષે તમને બીમારીઓ થી છુટકારો મળશે.સ્વસ્થ રહેવા અને પોતાની આરોગ્ય સમસ્યા થી છુટકારો મેળવા માટે તમારે ઘણી બહાર ની ગતિવિધિઓ જેમકે ચાલવા જવું,દોડવું કે કોઈ રમત માં ભાગ લેવો એ અનુકુળ રહેશે..વર્ષ 2024 માં વિત ની કોઈપણ સમસ્યા તમારા જીવનમાં નહિ રહે.તમે વિતમાં સ્થિરતા અને સુરક્ષા મહેસુસ કરશો અને તમે તમારી ઈચ્છઓ ને પુરી કરવામાં પણ સફળ રેહશો.
શિક્ષણ : ટેરો કાર્ડ રાશિફળ 2024 આ વાત નું સંકેત આપી રહ્યું છે કે જો તમે શિક્ષણ માં સફળ થવા માંગો છો તો વર્ષ 2024 માં કડી મેહનત અને પ્રયાસ કરતા રહો.કડી મેહનત,એકાગ્રતા અને પ્રયાસો થી તમે તમારા અભ્યાસમાં ધ્યાન કેદ્રિત કરવામાં કામયાબ થશો અને આનાથી ભવિષ્ય માટે તમે અધ્યન યોજના પણ બનાવી શકશો જે તમને તમારો સમય પ્રતિબંધ કરવામાં મદદગાર સાબિત થશે.કુલ મળીને જોયું જાય તો 2024 પુરી રીતે શિક્ષણ સબંધિત વર્ષ રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: આ વર્ષે તમારા જીવનમાં ઘણા મોકા દસ્તક આપી શકે છે.મુમકીન છે કે તમે કોઈ નવું પદ,નવી નોકરી કે તમારા કામ માં કોઈ બદલાવ મળી જાય.મુમકીન છે કે આ વર્ષ બહાર જવા માટે પણ સારું સાબિત થશે અને કોઈ નાની યાત્રા પર જવાના સંકેત મળી રહ્યા છે.વિદેશ જવા કે ત્યાં નોકરીના સંદર્ભ માં નસીબ વધારે સારું લાગે છે.પરંતુ જેમકે ઉપર જણાવામાં આવ્યું છે કે બહુ મેહનત ની જરૂરત તમારે આ વર્ષે પડશે એટલા માટે સારી યોજના બનાવો અને તમારું શેડ્યુલ વેવસ્થિત કરો.કોઈ બહુરાષ્ટ્રીય કંપનીમાં કે કોઈ એવા વૃદ્ધ વ્યક્તિના વધારે કામ કરવું તમારા માટે અનુકુળ રહેશે જે અધિકારીક પણ છે અને સખ્ત પણ છે.
શુભ કલર : સફેદ
ભાગ્યશાળી પથ્થર: ગુલાબ ક્વાર્ટઝ
વૃશ્ચિક રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ વૃશ્ચિક રાશિના લોકો માટે વર્ષ 2024 એક બહુ વ્યસ્ત વર્ષ રહેવાનું છે.તમારા જીવનમાં આ વર્ષે ઘણા બધા અવસર દસ્તક દેશે.કુલ મળીને એ માનીને ચાલો કે આ વર્ષે ગયા વર્ષ કરતા બહુ સારું રહેવાનું છે.વસ્તુઓ આ વર્ષે બહુ વધારે સકારાત્મક અને આશાજનક રહેશે.આ એ વાત નો સંકેત પણ આપી રહ્યો છે કે કામમાં તમારી વ્યસ્તતા વધી શકે છે.એની સાથે તમારી ઉપર કામ નો બોજ પણ વધશે.તમારું વેવસાયિક અને સામાજિક જીવન ગયા વર્ષ ની તુલનામાં વધારે સકારાત્મક અને સક્રિય રહેવાનું છે.કાર્યસ્થળ ની સ્થિતિઓ સારી થશે અને તમારા માટે વધારે સ્થિર થતી નજર આવશે.તમે તમારા સાથીઓ અને સહકર્મીઓ નું સમ્માન મેળવશો એટલા માટે કોઈપણ પ્રકાર ની ખોટી અફવાઓ ને ફેલાવાથી રોકવા માટે લો પ્રોફાઈલ રાખવી તમારા માટે વધારે અનુકુળ સાબિત થશે.
પ્રેમ જીવન : વૃશ્ચિક રાશિના લોકો આ વર્ષે પોતાના કોઈ જુના પ્રેમી કે જુના સાથી સાથે ફરીથી મળી શકે છે.પરંતુ તમારે સાવધાની રાખવી પડશે કારણકે આ રીત નો પ્યાર હંમેશા એ વાત નું સંકેત આપે છે કે એ વધારે સ્થિર નથી રહેવાનો.વૃશ્ચિક રાશિના સિંગલ લોકો આ વર્ષે ઘણા બધા અનુકુળ સમય નો લાભ ઉઠાવશે.તમે સામાજિક મેલજોલ વધારશો તેથી તમે વધારેમાં વધારે લોકોને મળી શકો.આવામાં તમને પ્યાર મળવાની સંભાવના વધવાની છે.આના સિવાય જો તમે પહેલાથીજ કોઈ સાથે સબંધ માં છો તો તમારા સબંધ ઉપર ભાવનાત્મક જરૂરત ની જગ્યાએ ભૌતિકવાદી લક્ષ્ય હાવી થઇ શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : આ વર્ષે આર્થિક પક્ષ તમારા માટે એક ચુનોતી સાબિત થઇ શકે છે.કહેવાનો અર્થ એ છે કે તમે આ વર્ષે પૈસા તાઓ ઘણા કમાશો પરંતુ તમે એને બચાવામાં અસફળ રહી શકો છો.આ વર્ષે તમારી સામે અપ્રતિક્ષિત ખર્ચ વારંવાર જીવનમાં બની રહેશે.વૃશ્ચિક રાશિના લોકો પોતાના આરોગ્ય પ્રત્ય પણ સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને પાચન સબંધિત સમસ્યા,પેટ માં સંક્રમણ,ખાંસી અને મોટાપા સબંધિત સમસ્યા થઇ શકે છે.
શિક્ષણ : વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી ને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ હાલ માં તમારી કિંમતી સમય બરબાદ નહિ કરો.ખોટી વાતો માં નહિ આવો,આનાથી બચો અને તમારું બધુજ ધ્યાન તમારા અભ્યાસ અને વેવસાયિક વિકાશ ઉપર લગાવો કારણકે જો આ વર્ષે તમે વધારે મેહનત કરો છો તો તમને એનું ફળ જરૂર મળશે.
વ્યાવસાયિક જીવન: ટેરો કાર્ડ રાશિફળ 2024 થી વૃશ્ચિક રાશિના લોકોના કાર્યક્ષેત્ર માં ઘણા સારા અને નવા અવસર મળવાની સંભાવના નજર આવી રહી છે.પરંતુ આવા અવસર વધારે પડતા આંતરિક ઉથલ પુથલ પણ લઈને આવી શકે છે.કાર્યાલય માં ઘણી બધી રાજનીતિ થઇ શકે છે જે તમારા માટે ગલતફેમી ઉભી કરી શકે છે.જયારે નિર્ણય લેવાની વાત આવે છે તો તમારે ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે અને ઘણી વાર તમે પોતાને ફસાયા મેહસૂસ પણ કરો છો.પરંતુ સૂર્ય ના તમારા પક્ષ માં હોવાથી વૃશ્ચિક રાશિના લોકો ને બોસ,વરિષ્ઠ નું સમર્થન મળશે અને તમે કોઈપણ પ્રકાર ની આંતરિક ઉથલ પુથલ અને અપ્રિય પ્રવેશ માંથી નીકાળવામાં સફળ રેહશો.
શુભ કલર : કાળો
ભાગ્યશાળી પથ્થર : પીળો ગોમેદ
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો ઉપર ગુરુ ગ્રહ નું શાસન હોય છે અને આને એક અગ્નિ રાશિ નું નિશાન માનવામાં આવે છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ ધનુ રાશિના લોકોને આ વર્ષે પોતાના નિજી જીવનમાં ઘણા બદલાવ નો સામનો કરવો પડી શકે છે કારણકે આ વર્ષ તમારી અંદર આગ ભડકાવી શકે છે અને તમારી અંદર ગુસ્સો ફૂટતો મહેસુસ કરી શકો છો.તમે શુરુઆત માં તો આ બદલાવો થી તણાવ મહેસુસ કરી શકો છો પરંતુ ધીરે ધીરે વર્ષ પૂરું થઇ જશે ત્યારે તમને સમજ માં આવવા લાગશે કે આ બદલાવ અને પરિવર્તન તમારા વિકાશ અને સારા માટેજ છે.કોઈ ખાસ મિત્રતા,નોકરી કે વિત્તીય સ્થિતિ માં અપ્રતીયક્ષિત ગિરાવટ આવી શકે છે પરંતુ આને પણ કોઈ ભયાનક વસ્તુ ની જેમ જોવા કરતા આ પરિવર્તનો ને પોતાના જીવનમાં મુખ્ય પહેલુઓ ની જેમ ફરીથી નિર્માણ અને એને મજબૂત કરવાના અવસર ના રૂપમાં જોવું અનુકુળ રહેશે.
પ્રેમ જીવન : ધનુ રાશિના લોકો માટે આ વર્ષ રોમાંસ માટે આ વર્ષ અનુકુળ રહેવાનું છે.કારણકે તમારા આ વર્ષે ઘણા પ્રશંસક રહેશે.પરંતુ આ માત્ર કોઈ નાના મોટા પ્યાર ના દ્રષ્ટિકોણ થી જ મુમકીન છે.આ રાશિના સિંગલ લોકો વિશે વાત કરીએ તો તમે બરાબર રુચિ અને સમજવામાં મદદગાર સાબિત થશે.જે લોકો પહેલાથીજ કોઈ સબંધ માં છે તો એ લોકો કોઈ ત્રીજા વ્યક્તિ થી સાવધાન રહો કારણકે પ્રબળ આશંકા બની રહી છે કે તમારાથી નાનો કોઈ વ્યક્તિ તમારી સામે પ્રેમ જીવનમાં અડચણ નાખવાનું કામ કરી શકે છે.
આર્થિક જીવન અને આરોગ્ય : આ વર્ષે તમારી સ્થિતિ બહુ સારી રેહવાની છે.તમારી પાસે પૈસા કમાવાના ઘણા તરીકે હશે.આરોગ્ય ના સંદર્ભ માં પણ તમે સારી સ્થિતિ માં રેહશો અને પોતાને સ્વસ્થ અને ફિટ મહેસુસ કરશો.જો તમે લાંબા સમય થી બીમાર હતા તો આ વર્ષે તમને ઉર્જા શક્તિ અને આરોગ્ય ફરીથી મળવાનું છે.
શિક્ષણ : ધનુ રાશિના વિદ્યાર્થી જાતકો માટે વર્ષ 2024 માં જો તમે કોઈ વિશ્વવિદ્યાલય,વિદેશી વિશ્વવિદ્યાલય માં સ્ટ્રોરકોતર કે ઉચ્ચ અભ્યાસમાટે દાખલો લેવા માંગે છે તો તમને અનુકુળ સમાચાર મળી શકે છે.આ વર્ષ એ વિદ્યાર્થીઓ માટે પણ અનુકુળ રહેવાનું છે જે શોધ વિભાગ જેવા સાથે જોડાયેલા છે અને પીએચડી કરી રહ્યા છે કારણકે આ વર્ષે તમને તમારા શિક્ષક અને ગુરુઓ પાસેથી બહુ સાથ મળશે.પરંતુ ટેરો રાશિફળ 2024 મુજબ ધનુ રાશિના વિદ્યાર્થીઓ ને વર્ષ ની શુરુઆત માં વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ દરમિયાન તમારું ધ્યાન ભટકી શકે છે જેનાથી તમે તમારા લક્ષ્ય ને મેળવામાં અસફળ થઇ શકો છો.
વ્યાવસાયિક જીવન: ધનુ રાશિના લોકો આ વર્ષે પોતાના પ્રોફેશનલ જીવનમાં બહુ વધારે સંતુષ્ટ નથી રહેવાના.તમે ઘણી વાર એવું મહેસુસ કરી શકો છો કે તમે એ ક્ષેત્ર કે કંપની માંથી બહાર નીકળવા માંગો છો જ્યાં તમે લાંબા સમય થી કામ કરી રહ્યા હતા કે જોડાયેલા છો.મુમકીન છે કે તમે પોતાનો કોઈ ધંધો ચાલુ કરવા માંગો કે પોતે બોસ બનવા માંગો.આવા માં વર્ષ 2024 આ રીત નું બદલાવ નું વર્ષ રહેવાનું છે.આ વર્ષે કાર્ડ એક નવો વેપાર,નવી નોકરી,પરિયોજના અને નિવેશ તરફ સંકેત આપી રહ્યું છે.પૈસા કમાવાના ઘણા અવસર તમારા જીવનમાં આવશે પરંતુ તમારે તેને સ્વીકાર કરવો પડશે અને એને કોઈપણ હાલત માં જવા નહિ દેતા.તમારે તમારા ઉધમ માટે વિત્તીય મદદ કે સમર્થન મળવાની પ્રબળ સંભાવના છે.કોઈ નવા પ્રયાસ માટે આગળ વધો,આની સાવધાનીપૂર્વક દેખભાળ કરો અને કડી મેહનત કરો.આ વારે નિશ્ચિત રહો કારણકે તમારે ત્યાંથી શુભ ફળ જરૂર મળશે.
શુભ કલર : ઘાટો પીળો
ભાગ્યશાળી પથ્થર: ફિરોજા
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન!અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મકર રાશિ
મકર રાશિ શનિ ગ્રહ દ્વારા શાસિત રહી છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ વર્ષ 2024 મકર રાશિના લોકો માટે જીવનમાં લગભગ બધાજ પહેલુઓ માં કોઈ ખાસ પરિવર્તન જોવા મળશે.તમારી કારકિર્દી કે નોકરીમાં બદલાવ આવી શકે છે.તમે તમારું કામ કરવા માટે વિદેશ પણ જઈ શકો છો કે પછી સ્થાનાંતરિત થઇ શકો છો કે પછી કાર્યક્ષેત્ર માં જ કોઈ બીજા વિભાગમાં સ્થાનાંતરિત કરી શકો છો.મકર રાશિના લોકોનો મનમુટાવ અને પોતાના વિચારો ને ચોરવા વાળા લોકો થી સાવધાન રેહવાની સલાહ આપવામાં આવે છે.આ વર્ષે તમારી આસપાસ એવા ઘણા લોકો રહેવાના છે જે તમારા થી ઈર્ષા કરશે.કોઈ યાત્રા કરતી વખતે સાવધાન રહો કારણકે ચોરી થવાની પ્રબળ સંભાવના છે.આમ તમારો કોઈ કિંમતી સમાન ચોરી થઈ શકે છે.
પ્રેમ જીવન : વર્ષ 2024 રોમાંસ માટે એટલું બધું અનુકુળ નથી રહેવાનું.આ રાશિના સિંગલ લોકો ઘણા લોકો સાથે રોમાન્ટિક મુલાકાત કરી શકે છે પરંતુ તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રીતે સબંધ માં પડવા માટે જલ્દબાજી નહિ કરતા.તમારે એક વાત જીવનમાં સમજવી જોઈએ કે તમે જીવનમાં શું જોઈએ છે અને કયાં લોકોને તમે તમારા જીવનમાં પાસે રાખવા માંગો છો?જો તમે કોઈ સબન્ધ માં જલ્દીબાજી કરશો તો એ સબંધ વધારે સમય માટે ટકી નહિ શકે.મકર રાશિની સ્ત્રીઓ ખાસ કરીને સબંધ માં સાવધાની રાખે કારણકે તમને ધોખો મળવાની સંભાવના વધારે છે.જે લોકો શાદીશુદા છે એ લોકો એ એમને જીવનસાથી ની ભાવનાઓ પ્રત્ય વધારે સાવધાની રાખવાની જરૂરત છે.નહિ તો તમારી અજ્ઞાનતા એમને એકલા કે પછી ઠગ મહેસુસ કરી શકે છે જેની નકારાત્મક અસર તમારા સબંધ ઉપર પડશે.
આર્થિક જીવન અને આરોગ્ય : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ મકર રાશિવાળા માટે આ વર્ષ 2024 બહુ ઉત્તમ રહેશે.આ વર્ષે તમારા જીવનમાં પૈસા નો વરસાદ થવાનો છે.2024 માં તમારું આરોગ્ય તમારાથી થોડી ધ્યાન ની ઉમ્મીદ જરૂર કરશે કારણકે આને તમારે થોડું પણ હલકા માં લેવું જોઈએ નહિ.તમારા ખાવાપીવા ને લઈને લાપરવાહી નહિ રાખો અને જંક આહાર નું સેવન લિમિટ માં કરો,અનુશાસિત જીવન નું પાલન કરો,સ્વસ્થ દિનચર્યા અપનાવો.નાની મોટી પરેશાનીઓ તમને થઇ શકે છે.તમારી યાત્રા ની યોજના સારી રીતે બનાવો અને કોઈપણ પ્રકારના સાહસવાળી રમત કરવાથી અત્યારે બચો.
શિક્ષણ : વર્ષ ની બીજી તમહીમા મકર રાશિના વિદ્યાર્થીઓ એ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરત હશે કારણકે મુમકીન છે કે આ તમારું ધ્યાન ભટકાવી શકે છે અને લાપરવાહી થી ભુલો થઇ શકે છે જેનો નકારાત્મક પ્રભાવ સીધી રીતે તમારા ગ્રેડ અને તમારી કડી મેહનત ને પ્રભાવિત કરશે.મેડિકલ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉત્તમ રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: આ વર્ષ તમારા માટે કરો કે મરો વાળું વર્ષ સાબિત થશે.નવી નોકરી,કારકિર્દી પરિવર્તન કે નવો ધંધો ચાલુ કરવા માટે આ સમય સારો છે.જો તમે કોઈ નવો ઉધમ વેપાર કે શૈક્ષણિક અભ્યાસક્રમ ચાલુ કરવા માંગો છો કે વિચાર કરી રહ્યા છો તો તમારે આગળ વધવું જોઈએ.આના વિશે ઉચિત યોજના જરૂર બનાવી લ્યો.તમારા દિલ ની અવાજ સાંભળો અને આગળ વધો અને એકવાર આગળ વધ્યા પછી પાછળ નહિ જોતા.
શુભ કલર : જાંબલી
ભાગ્યશાળી પથ્થર: મૂનસ્ટોન
કુંભ રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ કુંભ રાશિ બહુ સ્વતંત્ર રાશિ છે અને આ અનુશાસન નો ગ્રહ શનિ સાથે સબંધિત માનવામાં આવે છે.આના સિવાય આ રાશિ રચનાત્મક છે અને આ રાશિના લોકોના વિચાર બહુ શાનદાર હોય છે.સામાન્ય રીતે આ રાશિના લોકો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કે પોતાના ઘર ને સુંદર બનાવાની રુચિ રાખે છે અને એને હંમેશા સાફ સુથરું બનાવીને રાખે છે.આમની અંદર એક સારો સમાજ બનાવાની ચાહત જોવા મળે છે અને એમનો વિચાર એમના પરિવાર અને મિત્રો સાથે નથી મળતો.આના સિવાય કુંભ રાશિના લોકો આ વર્ષે અવિશ્વસનીય રૂપથી મહત્વકાંક્ષી નજર આવશે અને પોતાના કરિયર ને પૂરો કરવામાં બધીજ મુમકીન કોશિશ કરશે.તમે તમારા પોતાનાથી બહુ ઉમ્મીદ રાખશો અને એને પુરી કરવામાં તનતોડ મેહનત કરતા નજર આવશો.જો તમે આ વર્ષે તમારા પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો કે પછી કોઈ નેનો મોટો નિવેશ કરવા માંગો છો તો તમે કરી શકો છો કારણકે આ વર્ષે નસીબ તમારા પક્ષ માં છે અને તમને સારું રીટર્ન મળી શકે છે.
પ્રેમ જીવન : ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ આ વર્ષ તમારા માટે સૌથી રોમેન્ટિક અને ભાવનાત્મક વર્ષો માં એક સાબિત થઇ શકે છે.કુંભ રાશિના સિંગલ લોકો આ વર્ષે રોમેન્ટિક પરંતુ મનમોજી લોકો થી મુલાકાત કરશે.આવા લોકો નિર્ણય લેવામાં થોડા લાપરવાહ હોય શકે છે.ડેટ દરમિયાન એ તમારી ઉપર બહુ ધ્યાન આપશે અને જે તમે ચાહો પણ છો.પરંતુ આ લોકો સ્વભાવ માં થોડા ચીપકું હોઈ શકે છે.જે લોકો પહેલાથીજ સબંધ માં છે એ લોકો અત્યધિક ભાવુક થઇ શકે છે.આ વર્ષે એમને એવું લાગી શકે છે કે પુરુષ પોતાના પાર્ટનર પ્રત્ય વધારે રોમેન્ટિક અને પ્યાર વધારવા માંગે છે.પરંતુ આનાથી જોડાઓ વચ્ચે વિવાદ થવાની પણ આશંકા છે.કુંભ રાશિના યુવા લોકો પોતાની ભાવનાઓ ને સારી રીતે પ્રબંધિત કરવામાં અસફળ રહે છે.વાત કરીએ વિવાહિત કુંભ રાશિના લોકોની તો પરિવાર સાથે તમે સારા સમય નો આનંદ લેશો.પરંતુ ભાવનાઓ ને સારી રીતે પ્રબંધિત કરો કારણકે તમેજ તમારા પરિવાર ને ખુશ રાખી શકો છો.
આર્થિક જીવન અને આરોગ્ય : આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી આ વર્ષે તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી થવાની કારણકે તમે આ વર્ષે તમારા વિત્તીય અને ભૌતિક લક્ષ્યો ને આસાનીથી પૂરો કરવામાં કામયાબ રેહશો.તમે વધારે પગાર અને સારો નફો પણ કમાશો.એવી સંભાવના છે કે તમે કુંભ રાશિના ઘણા લોકો શેર બાઝાર ના માધ્યમ થી પૈસા કમાવામાં સફળ હોય.આ રાશિના ઘણા લોકો નું આરોગ્ય વર્ષ ના અધિકાંશ માં સારું રહેશે.પરંતુ જો તમને થોડી પણ અસુવિધા લાગતી હોય તો તરતજ ડૉક્ટર ની સારવાર લો કારણકે પ્રબળ સંભાવના છે કે આ વર્ષે તમે કોઈ લાંબી બીમારીથી પીડિત થઇ શકો છો.
શિક્ષણ : કુંભ રાશિના વિદ્યાર્થીઓ વર્ષ 2024 માં તમારા પ્રયાસો થી સંભવત વંચિત પરિણામ મળવાના છે જે તમને તમારા લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે ભવિષ્ય માં વધારે પ્રયાસ કરવા માટે પ્રરિત કરશે.આ વર્ષે ડેટા સાયન્સ, એકાઉન્ટન્સી, માસ કોમ્યુનિકેશન, થિયેટર, એક્ટિંગ કે કોઈપણ ભાષા નો કોર્ષ કરતા વિદ્યાર્થીઓ ને ફાયદો થશે.કુંભ રાશિના વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષા માં અસાધારણ પ્રદશન કરવામાં પણ સફળ રહેશે.
વ્યાવસાયિક જીવન: અચાનક પ્રબંધન પરિવર્તન ના કારણે કુંભ રાશિના લોકો અલગ અલગ કારકિર્દી ના અવસર ની શોધ કરી શકે છે કે પછી એ એમની વર્તમાન સ્થિતિ નો આનંદ લેવાનું ચાલુ કરી શકે છે.કુંભ રાશિના લોકોના કાર્યસ્થળ ઉપર આ વર્ષે કોઈ નવી નોકરી કે કાર્યભાર તમને સોંપવામાં આવી શકે છે.ત્યાં તમારા માટે આ એક આશા નું કિરણ લઈને આવશે.આ એ વાત ના પણ સંકેત આપી રહ્યું છે કે જો કુંભ રાશિના લોકો કોઈ નવી વસ્તુઓ ની શોધ માં છે તો સંભવતઃ એને આ વર્ષે મળી શકે છે.ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ કાર્યસ્થળ માં કુંભ વેપારીઓ માટે નવી શુરુઆત ના શુભ સંકેત છે.
શુભ કલર : હલકો વાદળી
ભાગ્યશાળી પથ્થર: સનસ્ટોન
મીન રાશિ
ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ મીન રાશિ ઉપર શક્તિશાળી ગ્રહ ગુરુ નું શાસન હોય છે.આ વર્ષે 2024 માં મીન રાશિના લોકો ને પોતાનું કામ પૂરું કરવા માટે સામાન્ય થી વધારે મેહનત કરવાની જરૂરત પડશે.તમારા જીવનમાં થોડા એવો પણ સમય આવી શકે છે જયારે તમે પોતાને ફસાયેલા મહેસુસ કરશો અને ઘણી બધી વસ્તુઓ તમને ફસાયેલી,અટકાયેલી અને રોકાયેલી નજર આવશે.તમને એવું લાગે છે કે નિર્ણય લેવાની રાહ માં તમને કોઈ જગ્યાએ રુકાવટ મળી રહી છે.સમજોતા કાર્ય વગર કોઈ વસ્તુ મેળવી મુશ્કિલ હોય છે જો તમે બહુ વધારે ત્યાગ નથી કરતા તો આ વર્ષે તમે તમારા લક્ષ્ય ને પુરા કરવામાં અસફળ રહી શકો છો.કિન ઓફ સવૉર્ડ્સ નું કાર્ડ એ વાત ને દાર્શવે છે કે મહિલાઓ ને વિકલ્પ નો સામનો કરવા પર તરતજ કામ કરવું જોઈએ.મેજર અર્કના કાર્ડ ચંદ્રમા ટેરો કાર્ડ માં મીન રાશિ નું પ્રતિનિધિત્વ કરવાવાળું કાર્ડ છે.
પ્રેમ જીવન : મીન રાશિના લોકો માટે સબંધો સાથે જોડાયેલા મામલોમાં આ વર્ષ સકારાત્મક અને આનંદદાયક રહેવાનું છે.જેમ જેમ વર્ષ આગળ વધશે તમે અનુકુળ સમય નો લાભ ઉઠાવશો.આ રાશિના જે લોકો અવિવાહિત છે પ્રબળ સંભાવના છે કે જીવનમાં કોઈ નવો પ્યાર દસ્તક દેવાનો છે.જો તમે વર્તમાન માં કોઈ સબંધ માં છો તો તમે એમના પ્ર્તય પોતાને સમર્પિત રાખશો તો વસ્તુઓ વધુ સારી થશે અને મુમકીન છે કે વસ્તુઓ આગળ ના પડાવ સુધી પોહચી જાય.વાત કરીએ વિવાહિત લોકો ની તો તમારા સબંધ માં પ્યાર ફરીથી જાગશે.પોતાના લગ્ન ને મજબુત કરવા માટે તમે બંને કોઈ બોટ માં જવાનું કે પછી કોઈ એવી જગ્યાએ જવાનો વિચાર કરી શકો છો ત્યાં તમે પાણી ની રમત નો આનંદ લઇ શકો.એક સાથી અને એક વ્યક્તિ ના રૂપમાં પોતાને સારી બનાવા માટે આ વર્ષ તમારા માટે બહુ આવશ્યક છે.
આર્થિક જીવન અને આરોગ્ય : આ વર્ષે તમારું વિત્તીય લક્ષ્ય કોઈપણ મુશ્કેલી વગર પૂરું થતું જશે અને તમે સારા પૈસા કમાવા માં પણ સફળ રેહશો.ભલે તમે નોકરિયાત હોવ કે પછી વેપાર કરતા હોવ આ વર્ષ આર્થિક પક્ષ ના દ્રષ્ટિકોણ થી અનુકુળ રહેશે.તમારા માટે નવા વિત્તીય અવસર ની રાહ ખુલશે.વાત કરીએ આરોગ્ય ની તો ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ તમારે તમારા શરીર ને ઉત્તમ બનાવી રાખવા માટે તળેલું અને ભુનેલું ખાવાથી દૂર રેહવાની સલાહ આપવામાં આવે છે.આના સિવાય ઉચિત કસરત કરતા રહો.વધારેમાં વધારે પાણી પીતા રહો.
શિક્ષણ : મીન રાશિના લોકો પોતાના સ્વભાવ ના કારણે કોઈપણ વિષય માં અંદર ઊતરવામાં કામયાબ થશે અને આ જ કારણે છે કે તમે બહુ ધીરજવાન પણ હોવ છો.આજ કારણે છે કે મીન રાશિના વિદ્યાર્થી પ્રતિયોગી પરીક્ષા માટે અભ્યાસ કરી રહ્યા છે,શોધ માં કામ કરી રહ્યા છે કે શાસ્ત્રી સાહિત્ય અને ઇતિહાસ માં પીએચડી કરવા માંગે છે એમના માટે વર્ષ 2024 ઉત્કૃષ્ટ રહેવાનું છે.જો તમે જ્યોતિષ ગુપ્ત વિજ્ઞાન કે પૌરાણિક શોધ માં રુચિ રાખો છો તો પણ તમને સફળતા મળશે.
વ્યાવસાયિક જીવન: ટેરો કાર્ડ રાશિફળ 2024 મુજબ કારકિર્દી દ્રષ્ટિકોણ થી 2024 તમારા માટે 2023 ની તુલનામાં વધારે મજબૂત અને અનુકુળ વર્ષ સાબિત થશે.તમારી ઉપર કામ નું અતિયાધિક દબાણ હોય શકે છે અને તમે કામકાજ માટે વારંવાર યાત્રા પણ કરી શકો છો.મીન રાશિના જે લોકો લાંબા સમય થી પ્રમોશન ની રાહ જોઈ રહ્યા હતા એમના માટે આ વર્ષ વધારે શક્તિ ઉન્નતિ લઈને આવશે.એની સાથે આ દરમિયાન તમને તમારા વરિષ્ઠ નો સાથ અને સમર્થન પણ મળશે.પરંતુ તમને તમારા અહંકારી રવૈયા ઉપર નજર રાખવાની જરૂરત પડશે કારણકે આનાથી લોકો પરેશાન થઇ શકે છે અને તમારા જીવનમાં પરેશાનીઓ ઉભી થઇ શકે છે.
શુભ કલર : સોનેરી અથવા નારંગી
ભાગ્યશાળી પથ્થર: લાલ જાસ્પર
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024