શ્રવણ નક્ષત્ર ભવિષ્યકથન
તમે બધું જ બહુ સ્પષ્ટપણે તથા અસરકારક રીતે કરો છો. તમારા જીવનમાં કેટલાક નક્કી કરેલા સિદ્ધાંતો છે. તમને સ્વચ્છ રહેવાનું ગમે છે અને જે લોકો સાફ-સફાઈની ચિંતા નથી કરતા, એ લોકો તમને જરાય ગમતા નથી. તમે કોઈ શિષ્ટાચાર વગરની વ્યક્તિને જુઓ છો, ત્યારે તેમને સલાહ આપવામાં તમે જરાય સંકોચ અનુભવતા નથી. અન્યોની તકલીફો જોઈને, તમારૂં દિલ બહુ જલદી પીગળી જાય છે. મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં તથા સારા સ્વાસ્થ્યપ્રદ ભોજનનો આનંદ માણવામાં તમે નિષ્ણાંત છો. એટલું જ નહીં, તમે ધાર્મિક સ્વભાવના તથા ગુરૂના ભક્ત છો. તમે "સત્યમેવ જયતે"ના (સત્યનો હંમેશા વિજય થાય છે) માર્ગ પર ચાલો છો. જ્યારે તમે કોઈની મદદ કરો છો ત્યારે તેમની પાસેથી વળતરની કોઈ અપેક્ષા તમે રાખતા નથી. તમે લોકોથી છેતરાઈ શકો છો. તમારા સ્મિતમાં ગજબનું આકર્ષણ છે. આને કારણે જ્યારે તમે કોઈને સ્મિત સાથે મળો છો ત્યારે તેઓ તમારા ચાહક થઈ જાય. છે. ભલેને તમને ગમે એટલા ચડાવ-ઉતારનો સામનો કરવો પડે, તમે સાદું જીવન જીવવાનું ચાલુ રાખો છો. તમે સારા સલાહકાર છો તથા લોકોને તેમની સમસ્યાઓમાં મદદ કરો છો. તમે જો ખાસ શિક્ષિત નહીં હો, તો પણ તમે બહુમુખી પ્રતિભા ધરાવતા હશો. વળી, તમે એક સાથે અનેક કામ કરવામાં પણ માહેર હશો. તમારી નિમણૂંક જો ઉચ્ચ અથવા શક્તિશાળી પદ પર થશે તો તમને તેના અનેક લાભ મળશે. તમારા પર અનેક જવાબદારીઓ હોવાને લીધે તમારા ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. ઘણીવાર, તમારે આર્થિક સંકડામણનો સામનો કરવાનો આવી શકે છે. અન્યોની સેવા કરવાનો મિજાજ તમે ધરાવો છો. આ જ કારણસર તમે તમારા માતા-પિતાને પણ સમર્પિત હશો. સભ્યતા તથા નૈતિકતા તમારા વર્તનમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. અંગત જીવનમાં, તમે વિશ્વાસપાત્ર ગણાવ છો, કેમ કે તમે કોઈના વિશ્વાસને ભૂલથી પણ તોડવામાં માનતા નથી. તમને ઈશ્વરમાં અપાર આસ્થા છે અને તમે હંમેશા સત્ય શોધવાનો પ્રયાસ કરો છો. ધર્મ તથા અધ્યાત્મમાં પણ, તમે ઘણું નામ તથા ધન કમાશો. તમે કોઈપણ કામ યોગ્ય વિચાર કર્યા બાદ જ કરો છો, આ તમારા વ્યક્તિત્વની એક ખૂબી છે. આથી, તમે ભાગ્યે જ કોઈ ભૂલ કરો છો. તમારી માનસિક દૃઢતા બહુ સારી છે, જે તમને અભ્યાસમાં સારા બનાવે છે. તમે સહિષ્ણુતા તથા આત્મસન્માનથી સભર છો. તમે બહાદુર તથા પરાક્રમી છો. કોઈ પણ બાબત હોય, તમે કોઈ પણ વાત તામારા મનમાં રાખતા નથી અને જે હોય તે સ્પષ્ટ કહી દેવામાં માનો છો. આવકના દૃષ્ટિકોણથી, નોકરી તથા વેપાર બંને તમારી માટે લાભદાયક છે. આ બંનેમાંથી, તમે જે પણ ક્ષેત્ર તમે પસંદ કરશો, તેમાં તમને સફળતા મળશે.
શિક્ષા ઔર આવક
30 વર્ષની વયથી તમારી માટે પરિવર્તનની શરૂઆત થશે. 30થી 45 વર્ષની વચ્ચે સંપૂર્ણ સ્થિરતા આવશે. તમારી માટે અનુકુળ વ્યવસાયો આ મુજબ છે મેકેનિકલ કે ટેક્નિકલ કાર્યો;એન્જિનિયરિંગ; પેટ્રોલિયમ અને તેલ સંબંધી કામ; શિક્ષણ; ટ્રેનિંગ; ધર્મોપદેશ; સંશોધન; અનુવાદ; કથાકાર; સંગીત તથા ફિલ્મ સંબંધિત કામ; ટેલિફોન ઑપરેટર; ન્યૂઝ એન્કર; રેડિયો તથા ટેલિવિઝન સંબંધિત કામ; સલાહકાર; માનસશાસ્ત્રી; ટ્રાવેલ એજન્ટ; પ્રવાસન સંબંધી કામ; હોટેલ અથવા રેસ્ટોરન્ટ કર્મચારી; સમાજ સેવા; વગેરે.
પારિવારિક જીવન
તમારૂં પારિવારિક જીવન ખાસ્સું ખુશખુશાલ હશે. તમારા જીવનસાથી ખૂબ જ સમજદાર હશે. તમારી ગેરહાજરીમાં તેઓ તમારા પરિવારની યોગ્ય દેખભાળ લેશે, તમારા સંતાનો પણ તમને અપાર ખુશીઓ આપશે તથા તેઓને ઉચ્ચ શિક્ષણ મળશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024