મૃગશિર્ષ નક્ષત્ર ભવિષ્યકથન
તમારા વિશે એક જ શબ્દમાં કહેવું હોય તો, એ શબ્દ હશે 'સંશોધક', કેમ કે તમારો સ્વભાવ મૂળભૂતપણે જિજ્ઞાસુ છે. આધ્યાત્મ, માનસશાસ્ત્ર, તથા લાગણીઓ વિશે કંઈ પણ નવું જાણવા માટે તમે હંમેશાં તત્પર રહો છો. તમારૂં એક જ ધ્યેય હોય છે જ્ઞાન અને અનુભવમાં વૃદ્ધિ કરવાનો. તમારૂં મગજ ખાસ્સું સતર્ક છે અને તમે એક સાથે અનેક વિષયો સમજી-જાણી શકો છો. તમારો સ્વભાવ નમ્ર, સાલસી, ખુશખુશાલ, મૈત્રીપૂર્ણ, તથા ઉત્સાહી છે. તમારૂં મન અને મગજ બંને દરેક સમયે સક્રિય રહે છે અને નવા નવા વિચારો તમારા મગજમાં આવતા રહે છે. લોકોને મળવું તથા તેમની મદદ કરવી એ બાબત તમારા મનને શાંતિ આપે છે. પોતાના સિદ્ધાંતોને અનુસરીને સરળ જીવન જીવવામાં તમે માનો છો. વળી, તમારા વિચારો વ્યાજબી તથા બિનપક્ષપાતી હોય છે. તમે સંવાદ સાધવામાં તથા વાતચીત કરવામાં અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતા હશો તથા અદભુત ગાયક તથા કવિનું કૌશલ્ય ધરાવતા હશો. વધુમાં, વ્યંગ તથા રમૂજની બાબતમાં તમે કોઈનાથી પણ ઊણા ઉતરો એવા નથી. તમે સામાન્યપણે દલીલબાજી, મતભેદ તથા બોલાચાલી ટાળો છો. આ બાબત લોકોને એવું માનવા પ્રેરે છે કે તમે શરમાળ છો, જે ખરૂં નથી. સત્ય એ છે કે તમે તમારા જીવનનું શ્રેષ્ઠતમ માણવા માગો છો તથા બિનજરૂરી બાબતોને ખાસ મહત્વ આપતા નથી. તમે માનો છો કે પ્રેમ અને આધાર એ સફળતા તથા ખુશીનો પાયો છે. તમારી માટે તર્ક ખૂબ જ મહત્વની બાબત છે; આ જ કારણ છે કે તમે દરેક બાબતનું ખૂબ જ ઊંડાણપૂર્વક આકલન કરી શકો છો. તમને તમારા વિચારો પર ઊંડી શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યારે વાત અન્યોની હોય, તમે તેમની સાથે સારી રીતે વર્તો છો તથા તેમની પાસેથી પણ તેવી જ આશા રાખો છો. પણ જો બદનસીબે આવું થતું નથી. મિત્રો, ભાગીદારો અને સંબંધીઓ સાથે કામ કરતી વખતે તમારે સચેત રહેવું કેમ કે તમારી સાથે છેતરપિંડી થવાની શક્યતા છે. તમારામાં નેતૃત્વનું વિશિષ્ટ કૌશલ છે. તમે દરેક નવા કામ શરૂ કરવાનો તથા બધી જ મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ કરો છો
શિક્ષા ઔર આવક
તમને સારૂં શિક્ષણ મળશે તથા તમે લોકોને નાણાં કઈ રીતે તથા ક્યાં વાપરવા જોઈએ તેની સલાહ આપશો. પણ, તમારા પોતાના માટે તમારા ખર્ચ પર કાબુ રાખવાનું અત્યંત મુશ્કેલ હશે. ઘણીવાર, તમે પોતાની જાતને આર્થિક મુશ્કેલીઓમાં ઘેરાયેલી જોશો. તમે સારા ગાયક, સંગીતકાર, કલાકાર, કવિ, ભાષાવિદ, રૉમેન્ટિક નવલકથાકાર, લેખક, અથવા ચિંતક બની શકો છો. ઘર, રસ્તા અથવા પુલનું બાંધકામ; સાધનો તથા ઉપકરણો બનાવવા; ટેક્સ્ટાઈલ અથવા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામ; ફૅશન ડિઝાઈનિંગ; પાળેલા પ્રાણીઓની સારસંભાળ અથવા તેમના સંબંધિત ચીજ-વસ્તુઓનું વેચાણ; પ્રવાસન વિભાગ; સંશોધનને લગતું કોઈપણ કામ; ભૌતિકશાસ્ત્ર; અવકાશશાસ્ત્ર અથવા જ્યોતિષ શીખવવું અથવા ટ્રેનિંગને લગતું કામ; ક્લાર્ક; લૅક્ચરર; સંવાદદાતા; સર્જન; સેના અથવા પોલીસમાં સેવા; વાહનચાલક; સિવિલ, ઈલેક્ટ્રોનિક, મેકેનિકલ અથવા ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો તમારી રોજબરોજની આવકના ક્ષેત્રો હશે.
પારિવારિક જીવન
સામાન્યપણે, તમારૂં લગ્નજીવન સારૂં રહેશે, પણ તમારા જીવનસાથીને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહેશે. શ્રેષ્ઠ લગ્નજીવન માણવા માટે તમારે તમારા વર્તનમાં જીદ્દીપણું તથા શંકાશીલપણું છોડવું રહ્યું. તમારા પારિવારિક જીવનમાં હકારાત્મકતા તબક્કાવાર આવશે. પતિ-પત્ની જો એકબીજાની નબળાઈઓને નજરઅંદાજ કરવાનું શીખશો, તો તમે બંને શિવ-પાર્વતી જેવા અદભુત દંપતિ બની શકશો. 32 વર્ષની ઉંમર સુધી તમારે જીવનમાં પડકારોનો સામનો કરવાનો આવશે. ત્યારબાદ, પરિસ્થિતિ થાળે પડવાની શરૂઆત થશે. 33થી 50 વર્ષની વય દરમિયાન, સમય તમારી માટે અનુકૂળ તથા લાભદાયક રહેશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024