માઘ નક્ષત્ર ભવિષ્યકથન
તમે આકર્ષક વ્યક્તિત્વ ધરાવો છો અને તમે જ્યાં પણ જાવ છો ત્યાં તમારૂં વર્ચસ્વ જમાવો છો. તમે જ્યારે કોઈ પણ બાબતની જવાબદારી લો છો, ત્યારે તે કામ બને એટલું જલદી પૂરૂં કરવાનો પ્રયાસ કરો છો કેમ કે તમે ઊર્જાવાન તથા સખત મહેનત કરનારા છો. આને કારણે જ, ઘણીવાર લોકો તમારા કામથી આશ્ચર્યચકિત થઈ જતા હશે. તમે ખૂબ મોટું આત્મસન્માન ધરાવો છો, જેની સાથે તમે ક્યારેય બાંધછોડ કરતા નથી. તમારા આત્મસન્માનના રક્ષણ માટે તમે બધું જ કરી છૂટવા તૈયાર હો છો તથા તેના વિશે યોગ્ય વિચાર કર્યા બાદ જ તમે કોઈ પણ પગલું ઉપાડો છો. તમને ઈશ્વરમાં સર્વોચ્ચ શ્રદ્ધા-વિશ્વાસ છે. સરકાર તથા સંબંધિત વિભાગ સાથે તમારો ગાઢ સંબંધ હશે. એટલું જ નહીં, સમાજના ઉચ્ચ વર્ગમાં પણ તમારા સારા સંપર્કો હશે. તમને આ સંપર્કો-સંબંધોનો સારો લાભ પણ મળી શકે છે. તમે મીઠું બોલનારા તથા વિજ્ઞાનને લગતા વિષયો પર તમારૂં સારૂં પ્રભુત્વ હશે. વળી, તમને વિવિધ કળાઓમાં પણ રસ હશે. તમારા શાંતિપૂર્ણ વર્તન, ગંભીરતાપૂર્ણ જીવન, તથા સમજદારી માટે સમાજમાં તમારૂં માન હશે. તમારે ગુસ્સે થવાનું ટાળવું જોઈએ. જ્યારે કશુંક કરવાનું આવે ત્યારે, તમને સત્યથી વિપરિત હોય એવું કંઈ પણ કરવું ગમતું નથી. તમે એ વાતની પૂરતી તકેદારી રાખો છો કે તમારા વર્તનને કારણે કોઈને ખરાબ લાગે નહીં. તમને જો એવું લાગે કે તમારા કારણે કોઈક નારાજ થયું છે તે તમે તરત જ તેની માફી માગી લો છો. માત્ર પોતાના લાભનું ધ્યાન ન રાખતા, તમે સતત લોકો માટે કંઈક ને કંઈક કરતા રહો છો, એમાં તમારી પોતાના માટે બદલાની કોઈ અપેક્ષા હોતી નથી. વેપાર કે નોકરીમાં વધારે પડતી ઈમાનદારીને કારણે તમને નુકસાન પણ થઈ શકે છે. પણ, તમે તમારી સત્યનિષ્ઠા સાથે કોઈ જ બાંધછોડ કરતા નથી. પૈસાદાર તથા શક્તિશાળી લોકોની મદદથી તમે જીવનમાં વૈભવી ચીજો એકઠી કરવામાં સફળતા મેળવશો. આમ છતાં, તમારે સત્તાને કારણે આવતા ગર્વ-મદથી દૂર રહેવું જોઈએ. તમને ભૌતિક સંપત્તિ એકઠી કરવી ગમે છે, પણ તમે ધાર્મિક તથા આધ્યાત્મિક બાબતોમાં પણ તમને એટલો જ રસ હશે. આદર્શવાદ તથા સત્યનિષ્ઠા એ તમારા ગુણો છે. એટલું જ નહીં, તમે સંસ્કૃતિ, પરંપરાઓ તથા વડીલોને માન આપો છો. ઉપલબ્ધ સુવિધાઓનો તમે શ્રેષ્ઠતમ ઉપયોગ કરો છો તથા તમારી હેઠળ કામ કરનારા લોકોની સંખ્યા પણ સારી આવી હશે. તમારી નીચે કામ કરનારાઓ તમારી કરૂણામય તથા અદબયુક્ત બાજુના સાક્ષી બનશે. સંપત્તિ તથા મિલકતની વાત આવશે ત્યારે તમે તેમાં ખૂબ જ સમજદારીપૂર્વક કામ લેશો. આર્થિક બાબતોમાં તમે તમારી બધી જ શક્તિ લગાડી દેશો, આ બાબત તમને આ મોરચે સફળ બનાવશે. તમે વિવિધ વિષયોમાં નિષ્ણાંત છો. વળી, તમને સમાજસેવામાં પણ રસ હશે. આને કારણે જ તમે આવા કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લો છો. અન્યોના કામમાં અંતરાયો ઊભા કરનારા લોકો તમને ગમતા નથી. આથી, તમારા અનેક છૂપા શત્રુઓ પણ હશે. જ્યાં સુધી મિત્રતાનો સવાલ છે, તમારા મિત્રોની સંખ્યા બહુ વધારે નહીં હોય. પણ, તમારા જીવનમાં જે બહુ થોડા લોકો છે, એમનું તમારે મન બહુ વધારે મૂલ્ય છે. તમારૂં વ્યક્તિત્વ અત્યંત સુંદર અને આકર્ષક હશે; તથા કોઈ પણ જાતના અંગત સ્વાર્થ વિના લોકોની સેવા કરવી એ બાબત તમારા સ્વભાવમાં છે. સ્પષ્ટવક્તાપણું એ તમારી ઓળખ તથા તમારૂં જમાપાસું પણ છે.
શિક્ષા ઔર આવક
તમે સંપત્તિ અને સેવકો ધરાવતા હશો. તમારી માટે અનુકૂળ વ્યવસાયો આ પ્રમાણે છે - ઐતિહાસિક શિલ્પકૃતિઓ; રાષ્ટ્રીય સ્તરે વરિષ્ઠ અધિકારી; મોટા ઉદ્યોગપતિ; વકીલ; ન્યાયાધીશ; રાજકારણી; લૅક્ચરર; કલાકાર; જ્યોતિષશાસ્ત્રી; ઈન્ટિરિયર ડિઝાઈનર અથવા આર્કિટેક્ટ; સંચાલક; કોઈ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર; પ્રાચીન સંસ્કૃતિ તથા લોકસંસ્કૃતિ સંબંધિત કામ; વગેરે
પારિવારિક જીવન
તમે સામાન્યપણે ખુશખુશાલ તથા સુંદર લગ્નજીવન જીવશો. એટલું જ નહીં, તમારા સંતાનો પણ નસીબદાર હશે. તમારા જીવનસાથી ખાસ્સા હોંશિયાર હશે તથા રોજબરોજના કાર્યોમાં નિષ્ણાંત હશે. તેઓ પરિવારની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરશે,
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024