ધનિષ્ઠા નક્ષત્ર ભવિષ્યકથન
તમે બહુમુખી પ્રતિભા ધરાવો છો અને તમે જે કંઈ પણ કરો છો તેમાં તમે નિષ્ણાંત છો. કોઈ પણ પરિસ્થિતિમાં, તમે તમારી જાતને ખૂબ જ અસરકારક રીતે ઢાળી લો છો. તમે મન, વર્તન કે વાણીથી કોઈને પણ દુઃખ પહોંચાડતા નથી. તમારૂં મગજ ખૂબ જ સતર્ક છે અને તમે સતત કંઈક ને કંઈક શીખવા માટે તત્પર રહો છો. તમારી પ્રલોભક મુસ્કાન તમને આકર્ષક બનાવે છે. તમે ધાર્મિક સ્વભાવના છો અને તમે તમારી આવડત, વ્યક્તિત્વ તથા પ્રયાસો દ્વારા સારી રીતે વર્તવાનો પ્રયાસ કરો છો. વાત કરવામાં તમે સારા હોવાને કારણે, તમને લોકોનો પ્રેમ તથા ટેકો બહુ આસાનીથી મળી રહે છે. અન્યોને કઈ રીતે માન આપવું તથા તેમનો આદર કઈ રીતે જાળવવો એ તમે બહુ સારી રીતે જાણો છો. તમારી આસપાસના તમામ લોકોને ખુશી તથા સંતોષ મળે છે. તમે ખુશમિજાજી, સામાજિક, તથા મૈત્રીપૂર્ણ છો. આથી, તમને એકલા રહેવાનું ગમતું નથી. લોકો સાથે સમય વિતાવો છો ત્યારે તમને સારૂં લાગે છે. તમે ધર્મનિષ્ઠ તથા ઉત્સાહી છો. આ કારણસર તમને તમારી જવાબદારીઓ છોડવાનું ગમતું નથી. તમામ સમસ્યાઓ તથા અંતરાયો સામે લડવું એ તમારા સ્વભાવમાં છે. તમને નૃત્ય તથા સંગીતમાં રસ હશે, અને તમે સારા ગાયક તથા સારા નર્તક પણ હશો. વાત દલીલબાજીની હોય, તો તમે તેમાં શ્રેષ્ઠ છો, આ બાબત તમને રાજકારણ તથા કાયદા માટે શ્રેષ્ઠ બનાવે છે. તમે વાતોને ગુપ્ત રાખી શકતા હોવાથી, તમે ગુપ્તચર ખાતા અથવા કોઈ ઉચ્ચ અધિકારીના અંગત સચિવ (પર્સનલ સેક્રેટરી) જેવા પદ માટે એકદમ લાયક છો. તમારૂં શિક્ષણ ગમે તે હોય, તમે તમારા જ્ઞાન – ડહાપણ માટે જાણીતા છો. સતત એક યા બીજું કામ કરતા રહેવું એ તમારી ટેવ છે. તમારા સમર્પણ તથા સક્રિયતાને કારણે, તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. તમે અત્યંત મહત્વાકાંક્ષી છો કેમ કે તમે જે કંઈ નક્કી કરો છો, તે કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે તેના પર મચ્યા રહો છો. એટલું જ નહીં, સ્વત્વબોધની બાબતે પણ તમે ખાસ્સા આગળ રહો છો. લોકોને તમારી આણ હેઠળ રાખવાનું તમને ગમે છે. આથી, તમે જે કંઈ પણ કરો છો, સંપૂર્ણ સતર્કતાથી કરો છો. તમે ઉચ્ચ આત્મસન્માન ધરાવો છો, આ બાબત માન-સન્માન તથા આદરને તમારી માટે સૌથી મહત્વની બાબત બનાવે છે. તમારી માનસિક શક્તિ દૃઢ છે અને તમે કોઈ પણ નિર્ણય ઝડપથી લેવામાં સક્ષમ હશો. તમને તેમાં કોઈ જ મુશ્કેલી જણાતી નથી. નિર્ણયો લેવાની તમારી ક્ષમતા સાથે, તમે સારી સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમે વેપાર કરતાં નોકરીને વધુ મહત્વ આપો છો. જો કે, વેપાર હોય કે નોકરી, તમે ઉચ્ચ પદ પર હશો.
શિક્ષા ઔર આવક
તમારી માટે અનુકુળ એવા વ્યવસાયો આ મુજબ છે - ઈતિહાસવિદ; સંગીતકાર; નૃત્યકાર; સ્ટૅજ પરફૉર્મર; એથ્લિટ અથવા રમતવીર; બૅન્ક અધિકારી; વિજ્ઞાની અથવા ભૌચિકશાસ્ત્રના નિષ્ણાંત; ક઼ૉમ્પ્યુટર સંબંધિત કામ; સૈનિક; કવિ; ગીતકાર; ગાયક અને સંગીતકાર; જ્યોતિષ; આધ્યાત્મિક ગુરૂ; સર્જન; ઈલેક્ટ્રોનિક ચીજો બનાવવી અથવા વેચવી; એડમિનિસ્ટ્રેશન અધિકારી; વગેરે. તમારી માટે, એન્જિનિયરિંગ અને હાર્ડવેર પણ ખૂબ હકારાત્મક ક્ષેત્રો છે. વેપારના દૃષ્ટિકોણથી, મિલકત સંબંધી કામકાજ તમારી માટે વધુ લાભદાયક છે.
પારિવારિક જીવન
તમને તમારા ભાઈભાંડુઓ માટે વિશેષ લાગણી હશે તથા તમારૂં લગ્નજીવન પણ ખુશખુશાલ હશે. જીવનસાથી તમારી માટે નસીબવાન પુરવાર થશે. તમને વારસામાં અઢળક નાણાં મળશે, પણ તમને તમારા સાસરિયાઓ પાસેથી ખાસ તરફેણ નહીં મળે. તમારા જીવનસાથી દયાળુ તથા લાભદાયક હશે. જો કે, તેમનામાં આવક કરતાં વધુ ખર્ચ કરવાની વૃત્તિ હશે. આમ છતાં, લગ્ન તમારી માટે આર્થિક લાભ લાવશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024