ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)
ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે જાણકારી દેવા માટે એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે 2024 માં કુલ કેટલા ચંદ્ર ગ્રહણ થશે અને એમાંથી દરેક ગ્રહણ કેવા પ્રકાર નું હશે એટલે કે એ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે કે આંશિક ચંદ્ર ગ્રહણ હશે.એની સાથેજ અમે તમને એ જણાવીશું કે કયું ચંદ્ર ગ્રહણ કઈ પ્રકૃતિ નું થઈને કયાં દિવસે,તારીખે,દિવસે કેટલા વાગે થવાનું છે અને કઈ કઈ જગ્યાએ એ જોવા મળશે કે ચંદ્ર ગ્રહણ 2024 ના ધાર્મિક અને અધિયાત્મિક મહત્વ શું છે,એનો સૂતક કાળ શું છે,સૂતક કાળ દરમિયાન તમારે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ,ગર્ભવતી મહિલાઓ એ કઈ સાવધાની રાખવી જોઈએ,વગેરે.
બધીજ મહત્વપૂર્ણ જાણકારીઓ તમને આ મહત્વપૂર્ણ લેખમાં જાણવા મળશે એટલા માટે તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ લેખ ને શુરુ થી લઈને છેલ્લે સુધી જરૂર પૂરો વાંચજો એટલે તમને બધીજ નાની નાની જાણકારી મળી શકે.આ ચંદ્ર ગ્રહણ 2024 ના ખાસ લેખમાં એસ્ટ્રોસેજના જાણીતા જ્યોતિષડૉ. મૃગાંક શર્મા એ તૈયાર કરેલો છે.તો આવો જાણીએ કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે બધીજ મહત્વપૂર્ણ વાતો અને એનો પ્રભાવ.
2024 માં બદલશે તમારું નસીબ? વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત
ચંદ્ર ગ્રહણ આકાશ માં થવાવાળી એક ખાસ ઘટના છે જે પ્રકૃતિ થી તો એક ખગોળીય ઘટના છે પરંતુ બધા માટે જિજ્ઞાસા નો વિષય રહે છે.બધાજ ચંદ્ર ગ્રહણ જયારે લાગે છે તો એને જોવાની બધાજ રાહ જુવે છે અને આના વિશે જાણવા માંગે છે કારણકે આ જોવામાં બહુ સુંદર દેખાઈ છે અને કારણકે આ સૂર્ય ગ્રહણ નથી હોતું તો આમાં આંખો નો રોશની વિશે કોઈ સમસ્યા નથી થતી.આ જોવામાં એટલું સુંદર હોય છે કે અમે એને શબ્દો માં વાત પણ નથી કરી શકતા.ખરેખર પૃથ્વી નો એક અદભુત નજારો અમને ચન્દ્ર ગ્રહણ ના રૂપમાં દેખાય છે.ચંદ્ર રહાં નું પણ સૂર્ય ગ્રહણ ની જેમ ધાર્મિક,અધિયાત્મિક અને પૌરાણિક મહત્વ છે.જ્યોતિષ ના રૂપથી પણ બહુ મહત્વપૂર્ણ સ્થિતિ હોય છે.
વૈદિક જ્યોતિષ માં ચંદ્રમા ને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે કારણકે આ અમારા જીવનમાં કફ પ્રકૃતિ ને નિર્ધારિત કરે છે અને અમારા શરીર માં જળતત્વ નું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યોતિષ માં ચંદ્રમા ને માં નો કારક માનવામાં આવે છે અને મન ની ગતિ સૌથી વધારે તીવ્ર હોય છે.પરંતુ ઘણી વાર એવું થાય છે કે ચંદ્ર ગ્રહણ નું નામ સાંભળીને લોકો ડરી જાય છે અને એમના મનમાં અલગ અલગ નકારાત્મક અને ડરાવના વિચારો આવવા લાગે છે કારણકે અમારા મનમાં ઘણા પ્રકારની ગેરસમજો ઉભી થાય છે કે ચંદ્ર ગ્રહણ હંકારક હશે અને આમાં અમને નુકસાન થઇ શકે છે.પરંતુ સચ્ચાઈ ઘણીવાર અલગ પણ હોય છે અને આપણે એના વિશે પણ જાણવું જોઈએ અને આ જાણકારી દેવા માટે અમે આ લેખ તમારા માટે તૈયાર કરેલો છે.
જો આપણે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) વિશે વધારે જાણકારી મેળવા માંગો છો તો જ્યોતિષ માં તો ચંદ્ર ગ્રહણ ને અનુકૂળ નથી માનવામાં આવ્યો કારણકે આ સ્થિતિ માં સૌથી વધારે પ્રભાવ દેવાવાળો ચંદ્રમા પીડિત અવસ્થા માં હોય છે.રાહુ કેતુ ના પ્રભાવમાં આવીને ચંદ્રમા પીડિત અવસ્થા માં આવી જાય છે.આનાથી માનસિક તણાવ,ની સ્થિતિ ઉભી થાય છે અને જેની કુંડળી માં ચંદ્ર ગ્રહણ નો યોગ હોય છે એને માનસિક રૂપથી આવકમાં સ્થિરતા,વ્યાકુળતા,બેચેની,તણાવ,જેવી સ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ બધીજ સમસ્યા નું સમાધાન પણ છે અને આ કારણ છે કે જ્યોતિષ માં પણ ચંદ્ર ગ્રહણ દોષ ના ઉપાય જાણવામાં આવ્યા છે.જેને કરવાથી લોકો ઉપર એનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે.તો ચાલો હવે જાણીયે ચંદ્ર ગ્રહણ 2024 વિશે વિસ્તાર થી જાણીએ:
Click Here To Read In English: Lunar Eclipse 2024 (Link)
ચંદ્રગ્રહણ શું હોય છે
જેમકે આપણ ને બધાને ખબર છે કે પૃથ્વી સૂર્ય નો પોતાના નિશ્ચિત પરિક્રમા પત્ર ઉપર ચક્કર લગાવે છે પર પૃથ્વી ની ઉપગ્રહ ચંદ્રમા પૃથ્વી ની પરિક્રમા કરે છે.આ પરિક્રમા નિરંતર ચાલુ રહે છે અને એની સાથે પૃથ્વી પોતાના અક્ષ માં ફરતી રહે છે જેના કારણે રાત અને દિવસ થાય છે.જયારે પૃથ્વી સૂર્ય ના અને ચંદ્રમા પૃથ્વી ના ચક્કર લગાવતા લગાવતા કોઈ એક ખાસ સ્થિતિ માં આવી જાય છે ત્યાંથી સૂર્ય,ચંદ્ર અને પૃથ્વી એકજ લાઈન માં આવી જાય છે અને આ સ્થિતિ માં ચંદ્રમા ઉપર પડવાવાળા સૂર્ય ના પ્રકાશ થોડા સમય માટે પૃથ્વી ની વચ્ચે આવી જવાથી ચંદ્રમા ઉપર નથી પોહચી શકતો ત્યારે પૃથ્વી ઉપર થી જોવામાં ચંદ્રમા ઉપર અંધેરા જેવું લાગે છે.એટલે કે ચંદ્રમા થોડો કાળો કે હળવી રોશની જેવું પ્રતીત થાય છે.આ અવસ્થા ને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.વર્ષ 2024 માં પણ આ ઘટના થવાની છે જેને આપણે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) ના નામ થી જાણશો.
બૃહત કુંડળી જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ચંદ્રગ્રહણ ના પ્રકાર
અત્યારે ઉપર તમે જાણ્યા કે ચંદ્ર ગ્રહણ શું હોય છે.હવે અમે જાણવાની કોશિશ કરીએ કે ચંદ્ર ગ્રહણ કેટલા પ્રકારના હોય છે.જે પ્રકારે સૂર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે અને પૃથ્વી ની છાયા થી ચંદ્રમા અંધકાર યુક્ત દેખાય છે તો ક્યારેક ક્યારે સ્થિતિ એવી હોય છે કે પૃથ્વી નો પડછાયો ચંદ્રમાના પડછાયા ને પૂરો ઢાંકી દ્યે છે કે ક્યારેક એવી સ્થિતિ પણ થાય છે કે ચંદ્રમા નો આંશિક ભાગજ ગ્રસિત થઇ શકે છે અને ચંદ્રમા પુરી રીતે કાળો નથી દેખાઈ દેતો.આના કારણે ચંદ્ર ગ્રહણ ની સ્થિતિ અલગ અલગ પ્રકાર ની હોય શકે છે.જો ચંદ્ર ગ્રહણ ના પ્રકારની વાત કરીએ તો આ લગભગ ત્રણ પ્રકારના હોય શકે છે જે અલગ અલગ પરિસ્થિતિઓ માં અલગ અલગ રીતે તમને દેખાઈ છે અને અલગ અલગ રીતે બને છે.આવી જાણીએ કે ચંદ્ર ગ્રહણ કેટલા પ્રકાર નું હોય છે.
પૂર્ણ ચંદ્ર ગ્રહણ (Total Lunar Eclipse)
જયારે અમે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો આ સ્થિતિ ખાસ રૂપે દર્શનીય હોય છે.જયારે પૃથ્વી ની છાયા દ્વારા સૂર્ય ના પ્રકાશ ને ચંદ્રમા ઉપર પોહ્ચવામાં પુરી રીતે રોકી લેવામાં આવે છે તો આવી સ્થિતિ માં સૂર્ય ના પ્રકાશ થી થોડા સમય માટે હીન થઈને ચંદ્રમા લાલ અને ગુલાબી કલર ના પ્રતીત થાય છે અને પૃથ્વી ઉપર થી જોવાથી તો ચંદ્રમા ના ધબ્બા પણ સ્પષ્ટ દેખાવા લાગે છે.આવી સ્થિતિ ને પૂર્ણ ચંદ્ર ગ્રહણ કે સુપર બ્લડ મુન (Super Blood Moon) કહેવામાં આવે છે.પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રમા નો આખો ભાગ પૃથ્વી ના પડછાયા થી ઢાંકાયેલો પ્રતીત થાય છે.આ જ અવસ્થા પૂર્ણ ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખાય છે.પૂર્ણ ચંદ્ર ગ્રહણ ને ખગ્રાસ ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવે છે.
આંશિક ચંદ્ર ગ્રહણ (Partial Lunar Eclipse)
જો અમે આંશિક ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો આ એ સ્થિતિ છે જયારે પૃથ્વી ની ચંદ્રમા ની દુરી વધારે હોય છે તો આવી સ્થિતિ માં સૂર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે પરંતુ પૃથ્વી ના પડછાયા દ્વારા ચંદ્રમા ની દુરી વધારે હોવાના કારણે પુરી રીતે ચંદ્રમા ગ્રસિત નથી થઇ રહ્યું પરંતુ પૃથ્વી ના છાયા થી એનો થોડો ભાગ જ ગ્રસિત દેખાય છે.તો આ સ્થિતિ ને આંશિક ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.આવી સ્થિતિ માં ચંદ્રમા ના થોડા ક્ષેત્ર માં ને છોડીને શેષ સ્થાન પર સૂર્ય નો પ્રકાશ પુરી રીતે દ્રસ્ય સમાન હોય છે એટલા માટે આ આંશિક ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.આ વધારે લાંબા સમય નું નથી હોતું.આંશિક ચંદ્ર ગ્રહણ ને ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવે છે.
….જયારે પૃથ્વી ચંદ્ર થી વધારે દુરી પર હોય છે અને સૂર્ય નો પ્રકાશ ચંદ્રમા ઉપર પોહ્ચવાથી પુરી રીતે નથી રોકી શકાતો પરંતુ થોડા પૃથ્વી ના પડછાયા થી રોકાય જાય છે અને થોડી નથી રોકાતો તો આ સ્થિતિ ને અંશીત ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે કારણકે આમાં ચંદ્રમા ઉપર પૃથ્વી નો પડછાયો થોડી જગ્યા ઉપર પડે છે અને શેષ જગ્યા એ સૂર્ય નો પ્રકાશ નજર આવે છે.આ ગ્રહણ આના કારણેજ લાંબા સમય માટે નથી થતું.
ઉપચ્છ્યા ચંદ્ર ગ્રહણ (Penumbral Lunar Eclipse)
ઉપર બતાવામાં આવેલા ચંદ્ર ગ્રહણ ની પ્રકૃતિ થી વધારે એક ખાસ પ્રકૃતિ નું ચંદ્ર ગ્રહણ અને પણ જોવા મળે છે આને ખાસ રૂપથી ચંદ્ર ગ્રહણ નથી માનવામાં આવતું.ઘણીવાર એવી સ્થિતિ હોય છે કે પૃથ્વી ના બહારના ભાગનો પડછાયો જ ચંદ્રમા ઉપર પડે છે જેનાથી ચંદ્રમા ની સતહ ધૂંધળી અને મધ્યમ પ્રતીત થવા લાગે છે.આમ ચંદ્રમા નો કોઈપણ ભાગ ગ્રસિત નથી થતો અને કાળો પણ નથી થતો માત્ર એનો પડછાયૉજ માલીન પ્રતીત હોય છે.એવી સ્થિતિ ને અમે ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ તરીકે ઓળખીએ છીએ.આ પ્રકાર ની શ્રેણી ના ચંદ્ર ગ્રહણ માં ચંદ્રમા નો કોઈપણ ભાગ ગ્રસિત નથી થતો એટલા માટે આને ચંદ્ર રહાં ની શ્રેણી માં નથી રાખવામાં આવતો અને અને ચંદ્ર ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી.ખગોળીય દ્રષ્ટિકોણ થી તો આ એક ગ્રહણ જેવી ઘટના માનવામાં આવે છે પરંતુ આનું કઈ પણ અધિયાત્મિક કે ધાર્મિક મહત્વ નથી હોતું કારણકે જો ચંદ્રમા ગ્રસિત જ નહિ થયો તો એની ઉપર ગ્રહણ કેવી રીતે અને કયા કારણસર કે આ પ્રકારના ગ્રહણ દરમિયાન બધાજ પ્રકારના ધાર્મિક અને અધિયાત્મિક ક્રિયાકલાપ ભલી ભાતી પુરા કરવામાં આવે છે.
ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) નો સૂતક કાળ
અત્યારે અમે જાણિયું છે કે ચંદ્ર ગ્રહણ શું હોય છે અને ચંદ્ર ગ્રહણ પ્રકારના હોય છે.હવે એક ખાસ વાત જે પોતાના બહુમતી લોકો ના મોઢામાંથી સાંભળીયુ હશે કે ચંદ્ર ગ્રહણ નો સૂતક કાળ લાગી ગયો છે.તો ખરેખર એ સૂતક કાળ શું છે હવે એના વિશે જણાવીએ.વૈદિક કાળ થીજ સનાતન ધર્મ ની સ્થિતિ રહી છે અને એના હિસાબે એનો સૂતક કાળ છે એ અમને ખબર પડે છે.બધાજ ગ્રહણ ના પેહલાથી થોડો એવો સમય હોય છે જે સમયે કોઈપણ શુભ કામ નહિ કરવી જોઈએ.ચંદ્ર ગ્રહણ ના વિષય માં આ ચંદ્ર ગ્રહણ ચાલુ થવાના પેહલા લગભગ ત્રણ પૂર્વ પહેલાનો સમય હોય છે.એટલે કે જયારે ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનું છે તો લગભગ 9 કલાક પેહલા એનો સૂતક કાળ ચાલુ થઇ જાય છે અને સૂતક કાળ નું સમાપન ચંદ્ર ગ્રહણ ના મોક્ષ એટલે કે ચંદ્ર ગ્રહણ ના સમાપન ની સાથે જ થાય છે.આ સૂતક કાળ દરમિયાન કોઈપણ પ્રકાર નું શુભ કાર્ય નથી કરવામાં આવતું કારણકે જો તમે આ દરમિયાન કોઈ શુભ કામ કરો છો તો માન્યતા મુજબ એનું શુભ ફળ આપવાની સ્થિતિ પુરી થઇ જાય છે એટલા માટે મૂર્તિ પૂજા,મૂર્તિ ને અડવું,શુભ કામ જેવા કે લગ્ન,મુંડન,બીજા કોઈપણ શુભ કામો,ઘર પ્રવેશ વગેરે ચંદ્ર ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન નથી કરવામાં આવતા.
2024 માં ચંદ્ર ગ્રહણ ક્યારે છે?
અત્યાર સુધી અમે એ જાણી શક્યા છીએ કે ચંદ્ર ગ્રહણ શું હોય છે,એ કેટલા પ્રકાર નું હોય છે,એનો સૂતક કાળ શું હોય છે,વગેરે આ બધી જાણકારી અમે મેળવી લીધી છે.હવે આગળ વધીએ અને જાણીએ કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) ક્યારે લાગશે,કઈ તારીખ,કયા દિવસે,કઈ તારીખે,કેટલા વાગા સુધી અને ક્યાં જોવા મળશે,આ બધીજ જાણીએ છીએ અને એ પણ જાણીએ કે વર્ષ 2024 માં કુલ મળીને કેટલા ચંદ્ર ગ્રહણ લાગવાના છે.લગભગ દર વર્ષેજ ચંદ્ર ગ્રહણ થાય છે.પરંતુ એનો સમયગાળો અને એની સંખ્યા માં અંતર હોય છે.જો વર્ષ 2024 વિશે વાત કરીએ તો અમે જાણીશું કે કુલ મળીને આ વર્ષે એકજ ચંદ્ર ગ્રહણ જોવા મળવાનું છે અને ચંદ્ર ગ્રહણ ને ખગોળીય ઘટના તરીકે માન્યતા મળેલી છે.એટલે કે વર્ષ 2024 માં ખાસ કરીને એકજ ચંદ્ર ગ્રહણ2024 (Chandra Grahan 2024) થશે જો કે મુખ્ય ચંદ્ર ગ્રહણ હશે.આનાથી વધારે એક ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ પણ થવાનું છે જેને આપણે ગ્રહણ નથી માનતા પરંતુ તો પણ તમારી સુવિધા અને જાણકારી માટે એના વિશે પણ અમે તમને અહીંયા બતાવીશું:
- વર્ષ 2024 નું પહેલું અને મુખ્ય ચંદ્ર ગ્રહણ2024 (Chandra Grahan 2024) બુધવાર, 18 સપ્તેમ્બેર, 2024 થશે.
- વર્ષ નું બીજું ચંદ્ર ગ્રહણ એક ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ હશે જેને ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી.તો પણ અમે જાણકારી માટે જણાવી રહ્યા છીએ કે આ સોમવાર, 25 માર્ચ, 2024 થશે.
અહીંયા ધ્યાન દેવાવાળી વાત એ છે કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) આખા ભારતમાં લગભગ નહિ દેખાય એટલા માટે ભારત માં આ ગ્રહણ નો સૂતક કાળ પણ માન્ય નહિ થાય કારણકે જ્યાં ગ્રહણ દેખાય છે,ત્યાં એનો સૂતક કાળ ને પ્રભાવી માનવામાં આવે છે.ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ નો સૂતક કાળ માન્ય નહિ હોય કારણકે આને ગ્રહણ નથી માનવામાં આવતું.આવો વિસ્તાર થી જાણવાની કોશિશ કરીએ કે વર્ષ 2024 માં મુખ્ય ચંદ્ર ગ્રહણ નો શું સમય હશે અને એ ક્યાં ક્યાં દેખાશે.
ચંદ્ર ગ્રહણ 2024 - ખંડગ્રાસ ચંદ્રગ્રહણ | ||||
તારીખ | દિવસ અને તારીખ | ચંદ્ર ગ્રહણ થવાનો સમય (ભારત માન્ય સમય મુજબ) | ચંદ્ર ગ્રહણ પૂરો થવાનો સમય | ક્યાં ક્યાં જોવા મળશે |
ભાદ્રપદ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા |
બુધવાર, 18 સપ્ટેમ્બર, 2024 |
વહેલી સવારે 7: 43 વાગા થી |
વહેલી સવારે 8:46 વાગા સુધી |
દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપ (ભારતમાં આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યાં સુધીમાં સમગ્ર ભારતમાં ચંદ્રગ્રહણની સ્થિતિ આવી ગઈ હશે, તેથી આ ગ્રહણ ભારતમાં લગભગ દેખાશે નહીં. માત્ર પેનમ્બ્રાની શરૂઆતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં ચંદ્રગ્રહણ થશે. અને ઉત્તર દક્ષિણના શહેરો, તેથી થોડા સમય માટે, આ કારણે, ચંદ્રપ્રકાશમાં ચંદ્રપ્રકાશ ઝાંખો જોવા મળી શકે છે. આમ, ભારતમાં, તે ગ્રહણની શ્રેણીમાં આવશે નહીં કારણ કે તે માત્ર આંશિક રીતે પેનમ્બ્રાના રૂપમાં જ દેખાય છે) |
નોંધ : ઉપર ના ટેબલ માં દેવામાં આવેલા ચંદ્ર ગ્રહણ ના સમય ભારત ના ટાઈમ મુજબ છે.જો ગ્રહણ 2024(Grahan 2024) મુજબ ચંદ્રગ્રહણ 2024 (Chandra Grahan 2024) ની વાત કરીએ તો આ ચંદ્ર ગ્રહણ એક આંશિક એટલે કે ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાનું છે.ભારતમાં આ ચંદ્ર ગ્રહણ લગભગ નહિ દેખાય,કારણકે ભારતમાં જયારે આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ચાલુ થશે,ત્યાં સુધી આખા ભારતમાં ચન્દ્રસ્ત ની સ્થિતિ બની ગઈ હશે.માત્ર ઉપચ્છયા ચાલુ થવાના સમયે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ શહેરો માં ચન્દ્રસ્ત થશે અને થોડા સમય માટે ચંદ્રમા નો પ્રકાશ માં ધૂંધળાપણ આવી શકે છે.આ રીતે ભારતમાં આ ઉપચ્છયા ના રૂપે દેખાશે અને આજ કારણે આ ભારતમાં ગ્રહણ ની શ્રેણી માં નથી માનવામાં આવતું અને જયારે આ ગ્રહણજ નહિ થાય,ત્યારે આનો કોઈપણ પ્રભાવ માન્ય નહિ રહે.
ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)
- વર્ષ 2024 નું મુખ્ય ચંદ્ર ગ્રહણ 2024 એક ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે.
- ખંડગ્રાસ હોવાના કારણે આને આંશિક ચંદ્ર ગ્રહણ 2024 પણ કહેવામાં આવે છે.
- હિન્દુ પંચાંગ મુજબ આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભાદ્રપદ મહિના ના શુક્લ પક્ષ ની પૂર્ણિમા તારીખે થશે.
- આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ 18 સપ્ટેમ્બર 2024 થશે.
- ભારતીય સમય મુજબ આ ચંદ્ર ગ્રહણ વહેલી સવારે 7 વાગીને 43 મિનિટે ચાલુ થશે અને વહેલી સવારે 8 વાગીને 46 મિનિટ સુધી ચાલશે.
- ભાદ્રપદ મહિના માં લાગવાવાળું આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) મીન રાશિ મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર માં લાગશે,જેના કારણે વિશ્વ માં ચિંતાજનક સ્થિતિ નું નિર્માણ થઇ શકે છે.વર્ષો ની અસમાનતા રહેશે.ભાત વગેરે અનાજ ની ફસલ ખરાબ થઇ શકે છે પરંતુ આ ઉપરાંત પણ કૃષિ નું ઉત્પાદન સંતોષજનક સ્થિતિ માં રહેશે.દૂધ અને ફળો ના ઉત્પાદન માં કમી આવી શકે છે.આ ઉપરાંત ભાત,જુવાર,સફેદ અનાજ,ચાંદી નો તિર,સફેદ ધાતુ,સફેદ કપડાં જેવા કે મલમલ, ચણા, તલ, કપાસ, સુતરાઉ, પિત્તળ, સોનું વગેરે ધાતુઓ મોંઘા થઈ શકે છે.
- મજીથા, સોનું, તાંબુ, ઘી, ચાંદી, તેલ, ગુણાંક, બાજરી, જુવાર, ચણા, જીવાત, ડાંગર, કપાસ, લવિંગ, અફીણ, કાપડ, સોપારી અને લાલ રંગના કપડાના સ્ટોકથી ઘણો ફાયદો થશે.
- આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ના પ્રભાવ થી સ્ત્રીઓ માં ગર્ભધારણ સમસ્યા અને ગર્ભપાત નો ઘટનાઓ માં વધારો થઇ શકે છે.
- આંખો ને લગતી સમસ્યાઓ અને અતિસાર રોગો ના પ્રકોપ વધી શકે છે.
- કોઈપણ ચંદ્ર ગ્રહણ માત્ર અશુભ પરિણામ જ નથી આપતું પરંતુ એના સારા પરિણામ પણ હોય છે.આ રીતે આ ચંદ્ર ગ્રહણ 2024 ના કારણે આર્થિક રૂપે ઉન્નતિ નો સમય હોઈ શકે છે અને લોકો ની વચ્ચે ડર અને રોગો ની સમાપ્તિ થશે.
- આના પરિણામસ્વરૂપ સરકારી ક્ષેત્ર ની સંસ્થાઓ ની ઉન્નતિ થશે અને એ તરક્કી કરશે.
- આ ચંદ્ર ગ્રહણ 2024 ખંડગ્રાસ ના રૂપે લગભગ 1 કલાક 3 મિનિટ સુધી રહેશે.
- આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ 2024 ના ઉપચ્છયા નો સમયગાળો લગભગ 4 કલાક 6 મિનિટ ની આસપાસ નો રહેશે.
- આ ગ્રહણ ના સૂતક કાળ ગ્રહણ ચાલુ થવાનો સમય એટલે કે સવારે 7 વાગીને 43 મિનિટે લગભગ નવ કલાક પહેલાજ ચાલુ થઇ જશે અને ચંદ્ર ગ્રહણ નો મોક્ષ કાળ એટલે કે વહેલી સવારે 8 વાગીને 46 મિનિટ સુધી રહેશે.
- ભારતમાં આ ચંદ્ર ગ્રહણ લગભગ નહિ દેખાય.એવું એટલા માટે કારણકે જયારે આ ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનું હશે ત્યાં સુધી લગભગ આખા ભારતવર્ષ માં ચન્દ્રસ્ત થઇ ગયો હશે.પરંતુ આ ગ્રહણ ની ઉપચ્છયા ચાલુ થતી વખતે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ શહેરો માં ચન્દ્રસ્ત થઇ રહ્યો હશે એટલા માટે થોડા સમય માટે આ ક્ષેત્ર માં ચંદ્રમા નો પ્રકાશ માં ધૂંધળાપણ આવી શકે છે અને આ રીતે ભારતના ઘણા ક્ષેત્ર માં આંશિક ઉપચ્છયા ના રૂપે જોવા મળશે એટલા માટે આને ગ્રહણ માનવામાં નથી આવતું.
- જો આપણે ક્યાં ક્યાં દેખાશે એ વાત કરીએ તો, આ ગ્રહણ મુખ્યત્વે દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપમાં દેખાશે. આ સિવાય તે આફ્રિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકામાં પણ જોવા મળશે. તે પાકિસ્તાનના કરાચી શહેરમાં પણ જોઈ શકાય છે.
- ચંદ્ર ગ્રહણ 2024 મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર ના હેઠળ લાગશે એટલા માટે મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ નક્ષત્ર માં જન્મેલા લોકો અને એની સાથે સબંધિત રાશિઓ માટે આ ગ્રહણ ખાસ રૂપે પ્રભાવશાળી સાબિત થઇ શકે છે.
- જો જ્યોતિષીય દૃષ્ટિકોણથી જોયું જાય તો, હવે આ ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે સૂર્ય, કેતુ અને શુક્ર સંયોગમાં હશે અને ચંદ્ર અને રાહુનો સંયોગ થશે. વક્રી શનિ ચંદ્રથી બારમા ભાવમાં કુંભ રાશિમાં હશે અને બુધ ચંદ્રથી છઠ્ઠા ભાવમાં તેની અસ્ત થતી અવસ્થામાં જોવા મળશે. આ સિવાય ગુરુ ચંદ્રમાંથી ત્રીજા ભાવમાં અને મંગળ ચોથા ભાવમાં રહેશે.
- આજ રીતે જો ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો માનસિક રૂપે ખાસ રપ થી પ્રભાવ નાખવાવાળો સમય હશે.આ ચંદ્ર ગ્રહણ ના પ્રભાવિત દેશો ને મધ્ય અંદર ની શત્રુતા અને માનસિક તણાવ એ હદ સુધી વધી શકે છે કે એક એકબીજા માટે ખોટી વાતો કરવામાં લાગી રહી શકે છે અને એના માટે એકબીજા ના મનમાં ડર ની ભાવના પણ વધશે જેનાથી વિશ્વ માં અશાંતિ નો ડર ઉભો થઇ શકે છે.
- જે લોકો મીન રાશિ અને પૂર્વાભાદ્રપદ માં જન્મેલા છે અને આવા ક્ષેત્ર માં રહે છે જ્યાં ખાસ કરી ને ચંદ્ર ગ્રહણ જોવા મળશે એમને ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ કારણકે આ ગ્રહણ ના પ્રભાવ થી એમની માનસિક અવસ્થા થોડા સમય માટે વિચલિત થઇ શકે છે,નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે,માનસિક આરોગ્ય પ્રભાવિત થઇ શકે છે અને એમના નિજી જીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે છે.
- અમે આગળ આ ગ્રહણ ના નુકસાન થી બચવા માટે થોડા ખાસ ઉપાય પણ જણાવ્યા છે જેને કરવાથી તમને બહુ લાભ મળી શકે છે અને ગ્રહણ ના નુકસાન થી બચવા અને મોટી સમસ્યાઓ માંથી બહાર આવવા માં તમને આસાની થઇ શકે છે.તમે આ ઉપાયો ને કરીને પોતાના જીવનમાં ચિંતાઓ થી છુટકારો મેળવી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો.
ચંદ્ર ગ્રહણ 2024 નું ખાસ રાશિફળ
જો અમે ઉપર આપેલા ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ ની વાત કરીએ તો એનો અલગ રાશિઓ ઉપર પ્રભાવ જોયો જાય તો મેષ,મિથુન,કર્ક,કન્યા,તુલા,વૃશ્ચિક,કુંભ અને મીન રાશિના લોકો માટે આ ગ્રહણ ના કંઈક ના કંઈક અશુભ પ્રભાવ હોય શકે છે.જેમકે શેષ રાશિઓ વૃષભ,સિંહ,ધનુ અનર મકર રાશિના લોકો માટે શુભ પરિણામ ની પ્રાપતિ થઇ શકે છે.મેષ રાશિના લોકો ને પૈસા ના નુકસાન નો યોગ બનશે તો મિથુન રાશિના લોકો ને સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.જયારે તુલા રાશિના લોકો કોઈ રોગ ની ચપેટ માં આવી શકે છે.વૃશ્ચિક રાશિના લોકો ને આત્મા સમ્માન સાથે સમજોતો કરવો પડી શકે છે તો કુંભ રાશિના લોકો ને પૈસા નું નુકસાન ઉઠાવું પડી શકે છે.મીન રાશિના લોકોને શારીરિક કાષ્ટ થઇ શકે છે અને માનસિક તણાવ વધશે.આનાથી ઉલટું વૃષભ રાશિના લોકો ને ધન લાભ થવાના યોગ છે.સિંહ રાશિના લોકો ને સુખ ની પ્રાપ્તિ થશે.ધનુ રાશિના લોકો ને કામો માં સફળતા મળશે અને મકર રાશિના લોકો ને પૈસા નો લાભ થવાના યોગ બનશે.
ઉપછાયા ચંદ્ર ગ્રહણ 2024 | ||||
તારીખ | દિવસ અને તારીખ | ચંદ્ર ગ્રહણ ચાલુ થવાનો સમય | ચંદ્ર ગ્રહણ પૂરું થવાનો સમય | ક્યાં ક્યાં દેખાશે |
ફાલ્ગુન મહિનો સકલ પક્ષ પૂર્ણિમા | સોમવાર, 25 માર્ચ, 2024 | સવારે 10 વાગીને 23 મિનિટે | બપોર પછી 15:02 વાગા સુધી |
આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વ ભાગ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા સિવાય બાકીનો ઑસ્ટ્રેલિયા અને મોટા ભાગનો આફ્રિકા. (ભારતમાં નહિ દેખાય) |
નોંધ : ગ્રહણ2024 (Grahan 2024) મુજબ ઉપરના ટેબલમાં દેવામાં આવેલો સમય ભારત ના સમય પ્રમાણે છે.જેંકે અમે તમને પેહલા પણ જણાવ્યુ હતું કે,આ એક ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ 2024 હશે જેને ગ્રહણ ની સંજ્ઞા નથી આપવામાં આવી અને એના કારણે આનો કોઈ સૂતક કાળ પણ પ્રભાવી નહિ હોય અને કોઈ ધાર્મિક પ્રભાવ પણ માન્ય નહિ રહે.તમે તમારા બધાજ કામો ને પુરી રીતે પુરા કરી શકો છો,એમ પણ આ ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ ભારતમાં નહિ દેખાય,એટલા માટે તમે બધાજ શુભ કર્યો સારી રીતે કરી શકો છો.
ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024)
- ઉપર જણાવેલા ચંદ્ર ગ્રહણ કરતા વધારે એક બીજું ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ પણ 2024 માં લાગશે.
- હિન્દુ પંચાંગ મુજબ આ ચંદ્રગ્રહણ ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષ માં પૂર્ણિમા ના દિવસે લાગશે.
- આ ઉપચ્છયા ચંદ્ર ગ્રહણ સોમવાર ના દિવસે,માર્ચ મહિનાની 25 તારીખે,લાગશે.
- આ ચંદ્રગ્રહણ સવારે 10 વાગીને 23 મિનિટ થી બપોરે 03 વાગીને 02 મિનિટ સુધી લાગશે.
- આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વી ભાગ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા સિવાય બાકીના ઓસ્ટ્રેલિયા અને મોટાભાગના આફ્રિકા વિસ્તારોમાં પણ દેખાશે.
- વૈદિક જ્યોતિષ મુજબ આ ચંદ્ર ગ્રહણ કન્યા રાશિ અને ઉતરા ફાલ્ગુની નક્ષત્ર માં લાગશે.
- આ ચંદ્ર ગ્રહણ લગભગ 4 કલાક 39 મિનિટ ના સમયગાળા માં થશે.
- ખરેખર ચંદ્રમા ના ગ્રસિત થવાના કારણે ઉપચ્છયા ચંદ્રગ્રહણ ને ગ્રહણ ની માન્યતા નથી આપવામાં આવી એટલા માટે આનો કોઈ સૂતક કાળ પણ માન્ય નહિ રહે એટલા માટે તમે આ ગ્રહણ કાળ માં તમે બધાજ કામો આસાનીથી પુરા કરી શકો છો.
ચંદ્રગ્રહણ ના સમયે કરવામાં આવતા આ ખાસ ઉપાયો દેવડાવશે તમને બધીજ સમસ્યા માંથી છુટકારો
- ગ્રહણ કાળ ના કુલ સમયગાળા માં એટલે કે ગ્રહણ ના સ્પર્શ કાળ કે ચાલુ થવાના લઈને ગ્રહણ ના મોક્ષ એટલે કે પુરા થવા સુધી તમારે સાચા મનથી ઈશ્વર ની પૂજા કરવી જોઈએ.તમે ઈશ્વર ના જે પણ સ્વરૂપ ને માનો છો એમના કોઈ મંત્ર નો જાપ કરી શકો છો અથવા મનમાં એમનું ધ્યાન કે ભજન કરી શકો છો.
- ચંદ્ર ગ્રહણ ના સૂતક કાળ દરમિયાન તમારે ચંદ્રમા ના બીજ મંત્ર નો જાપ કરવો બહુ વધારે લાભદાયક હશે કારણકે દરેક વ્યક્તિ માટે ચંદ્રમા અનુકુળ હોવો જરૂરી છે.
- ચંદ્ર ગ્રહણ 2024 દરમિયાન રાહુ અને કેતુ નો પ્રભાવ વધવાથી તમારે એની સાથે સબંધિત મંત્રો નો જાપ કરવો જોઈએ કે પછી એની સાથે સબંધિત વસ્તુઓ નું દાન કરવું જોઈએ.
- ચંદ્ર ગ્રહણ દરમિયાન તમને મનમાં ને મનમાં સમર્થ મુજબ દાન કરવાનો સંકલ્પ લો અને ચંદ્ર ગ્રહણ ના પુરા થયા ની સાથેજ યોગ્ય વસ્તુઓ નું દાન જરૂર કરો.
- ચંદ્ર ગ્રહણ ના મોક્ષ કાળ પછી સ્નાન કરો અને એના પછી ભગવાન ની મૂર્તિઓ ને ગંગાજળ થી શુદ્ધ કરો.
- તમારે આખા ઘરમાં ચંદ્ર ગ્રહણ પુરા થયા પછી ગંગાજળ છાંટવું જોઈએ એની સાથે તમે ગૌમૂત્ર નો ઉપયોગ પણ કરી શકો છો.
- ચંદ્ર ગ્રહણ 2024 દરમિયાન ભગવાન શંકર ના મહામ્રુત્યંનજય મંત્ર નો જાપ કરવો એ લોકો માટે બહુ લાભદાયક સાબિત થઇ શકે છે જે કોઈ મોટી બીમારી થી પીડિત છે.
- જો તમે કોઈ ગ્રહ જનિત બડા થી પીડાવ છો તો ચંદ્ર ગ્રહણ 2024 દરમિયાન તમે એ ગ્રહ ના મંત્ર નો જાપ કરી શકો છો.
- વધારે આપત્તિના કિસ્સામાં, તમારે ચંદ્રગ્રહણના સમયગાળા દરમિયાન હનુમાનજીના મંત્રનો જાપ કરવો જોઈએ.
- ચંદ્ર ગ્રહણ ના મોક્ષ કાળ દરમિયાન ખાસ કરીને આવતીકાલે વેસ્ટન, કાળા તલ, થોડો લોટ, કઠોળ, ચોખા, ખાંડ, સફેદ વસ્ત્ર, સતાંજ વગેરેનું દાન અવશ્ય કરવું.
- ગ્રહણ ના મોક્ષ પછી તમે પવિત્ર નદીમાં પણ સ્નાન કરી શકો છો.
- ચંદ્ર ગ્રહણ ના સૂતક કાળ થી લઈને ગ્રહણ પુરા થયા સુધી ગર્ભવતી સ્ત્રીઓ કંઈપણ કાપવું,સિલાઈ કરવી કે બનાવા થી સાવધાન રેહવું જોઈએ અને તમારા પેટ પર ગરુ સાથે સ્વસ્તિક પ્રતીક બનાવવું જોઈએ.
- તમારે માટે વધારે સારું રહેશે કે જો તમે ચુન્ની અથવા સાડીથી તમારું માથું ઢાંકો છો અને તમે ગરુ વડે તેના પર સ્વસ્તિક અથવા ઓમનું પ્રતીક પણ બનાવી શકો છો.
- ગ્રહણ કાળ દરમિયાન ખાવાપીવા ની વસ્તુઓ અશુભ થઇ જાય છે એટલા માટે ગ્રહણ ના સૂતક લાગ્યા પહેલાથીજ તુલસી પત્ર અને કુશાને બધા પીણાંમાં ઉમેરવું જોઈએ, ખાસ કરીને દૂધ, દહીં વગેરે.
ચંદ્રગ્રહણ દરમિયાન ભુલ થી પણ નહિ કરો આ કામ
- ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) નો સૂતક કાળ અશુદ્ધ સમય હોય છે અને આ સમયે કોઈપણ શુભ કામ નહિ કરવું જોઈએ એટલા માટે જો તમે કોઈપણ નવું કામ ચાલુ કરવા માંગો છો તો આ સમયે નહિ કરો.
- ગ્રહણ ના સૂતક કાળ થી લઈને માક્ષ સુધી ચાલવાવાળા સૂતક ને ધ્યાન માં રાખીને આ સમય દરમિયાન ખાવાનું બનાવું કે પછી ખાવાનું ટાળવું જોઈએ જો તમે બીમાર છો કે નાના બાળક છો તો માત્ર ગ્રહણ ના સમયગાળા ને છોડીને ભોજન કરી શકો છો.
- ચંદ્ર ગ્રહણ ના સમયગાળા માં કોઈપણ પ્રકારના શારીરિક સબંધ નહિ બનાવા જોઈએ.
- ચંદ્ર ગ્રહણ ના સમયગાળા માં અને સૂતક કાળ દરમિયાન નહિ તો કોઈ મંદિર માં જવું જોઈએ અને નહિ તો કોઈ દેવી દેવતાઓ ની મૂર્તિ ને હાથ લગાડવો જોઈએ.
- ગ્રહણ કાળના સમયગાળા માં કાપવું,સિલાઈ,વણાટ વગેરે જેવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ અને કાતર, છરી, સોય, તલવાર, શસ્ત્રો વગેરેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
- ગ્રહણ ના અશુભ પ્રભાવ થી બચવા માટે આ દરમિયાન સૂવું નહિ જોઈએ.
ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) દરમિયાન આ મંત્રો ના જાપ થી મળશે સફળતા
તમોમય મહાભીમ સોમ સૂર્ય વિમર્દન.
હેમતરાપ્રદને મમ શાંતિપ્રદો ભવ ॥1॥
શ્લોક નો અર્થ - અંધકારરૂપ મહાભીમ ચંદ્રમા અને સૂર્યને મર્દન કરવાવાળો રાહુ!સુવર્ણ તારા ના દાન થી મને શાંતિ આપો.
વિધુન્તુડ નમસ્તુભ્યં સિંહિકાનન્દનચ્યુત ।
દાનેનાનેન નાગસ્ય રક્ષા મા વેદ્ધજદ્ભયત્ ॥2॥
શ્લોક નો અર્થ - સિંહિકાનંદન (સિંહિકાનો પુત્ર), અચૂક! હે વિધુન્તુદ, નાગની આ ભેટથી ગ્રહણના ભયથી મારી રક્ષા કરો.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે ચંદ્ર ગ્રહણ 2024 (Chandra Grahan 2024) સાથે સબંધિત એસ્ટ્રોસેજ નો આ લેખ તમને પસંદ આવ્યો હશે અને તમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે.આ લેખને પસંદ કરવા અને વાંચવા માટે તમારી ખુબ ખુભ આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024