બુધ નો મકર રાશિ માં ગોચર (01 ફેબ્રુઆરી 2024)
વૈદિક જ્યોતિષ માં બુધ મહારાજ ને બુદ્ધિ અને વાણી નો કારક ગ્રહ માનવામાં આવે છે જે હવે બુધ નો મકર રાશિ માં ગોચર 01 ફેબ્રુઆરી 2024 ના દિવસે બપોરે 02 વાગીને 08 મિનિટે મકર રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ નો આ લેખ તમને બુધનો મકર રાશિ માં ગોચર સાથે જોડાયેલી બધીજ જાણકારી આપશે.એની સાથે,અમે તમને જણાવીશું કે બધીજ 12 રાશિઓ ઉપર પડવાવાળા બુધ ગોચર ના પ્રભાવ વિશે.એના સિવાય,અહીંયા અમે તમને ભવિષ્યવાણી ની સાથે સાથે બુધ ના નકારાત્મક પ્રભાવ ને ઓછો કરવા નો સરળ ઉપાય પણ જણાવીશું જેના કારણે તમે તમારા આવનારા કાલ ને સારો બનાવી શકો છો.પરંતુ,એના વિશે જાણતા પેહલા અમે વાત કરીશું જ્યોતિષ માં બુધ ગ્રહ ના મહત્વ વિશે.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો બુધ નો મકર રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
જ્યોતિષ માં બુધ નું મહત્વ
કુંડળી માં બુધ મજબૂત હોવાથી લોકો ના જીવનમાં બધીજ રીતની સુખ-સુવિધાઓ આપે છે.એનીસાથે,સારું આરોગ્ય અને બુદ્ધિ પણ આપે છે.મજબૂત બુધ હોવાથી આ વ્યક્તિને ઉચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવાની સાથે -સાથે સકારાત્મક પરિણામ પણ આપે છે.એની સાથે,આ જ્ઞાન લોકોના વેપારના ક્ષેત્ર માં પ્રભાવી નિર્ણય લેવામાં માર્ગદર્શન આપે છે.
આનાથી ઉલટું,જો બુધ મહારાજ અશુભ ગ્રહો જેમકે રાહુ,કેતુ કે મંગળ વગેરે સાથે બેસે છે,તો લોકોને પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓ અને પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.જો મંગળ ગ્રહ ની સાથે બુધ યુતિ કરે છે,ત્યારે લોકોમાં બુદ્ધિ ની કમી જોવા મળે છે.
જેમકે આપણે બધા જાણીએ છીએ કે બુધ બુદ્ધિ,તર્ક,શિક્ષા અને સંચાર કૌશલ વગેરે નું પ્રતિનિધિત્વ કરે છે.આજ રીતે,જયારે કુંડળી માં બુધ ની સ્થિતિ કમજોર જોય છે,ત્યારે આ લોકોને અસુરક્ષા ની ભાવના,એકાગ્રતા ની કમી,નબળી યાદશક્તિ વગેરે સમસ્યા આપી શકે છે.પરંતુ,જયારે બુધ નો ઉદય થાય છે અને એ કોઈ રાશિમાં ખાસ કરીને મિથુન રાશિ અને કન્યા માં મજબૂત સ્થિતિ માં હોય છે,એ સમયે આ લોકો કઈ પણ શીખવા માંગે એ બધા માં એમને નસીબ નો સાથ મળશે.
To Read in English Click Here: Mercury Transit In Capricorn (1 February 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
બુધ નો મકર રાશિ માં ગોચર: રાશિ પ્રમાણે પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે બુધ તમારા ત્રીજા અને છથા ભાવનો સ્વામી છે અને હવે આ ગોચર કરીને તમારા દસમા ભાવમાં જઈ રહ્યો છે.એવા માં,બુધ નો મકર રાશિ માં ગોચર તમને કારકિર્દી ક્ષેત્ર માં બહુ વધારે લાભ કરાવી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમે પ્રસન્ન અને સંતુષ્ટ દેખાઈ શકો છો.આ લોકો ને બુધ ના ગોચર ના સમયગાળા માં વિદેશ માં નોકરીના નવા મોકા મળી શકે છે અને આ રીતના મોકા તમારા માટે ફળદાયક સાબિત થશે.એની સાથે,કામમાં કરવામાં આવતી કડી મેહનત ના કારણે તમને સરહાના મળવાની સંભાવના છે.પરંતુ,તો પણ તમે અસંતુષ્ટ નજર આવી શકો છો અને એના ફળસ્વરૂપે,તમારે નોકરીમાં બદલાવ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય,બુધનો મકર રાશિ માં ગોચર દરમિયાન તમારે કારકિર્દી સબંધ માં યાત્રા ઓ કરવી પડે શકે છે.
આર્થિક રૂપથી,આ મહિનો તમારા માટે લાભ અને નુકસાન બંને લઈને આવી શકે છે.પરંતુ,બુધ ગોચર ના સમયગાળા માં તમને મળવા વાળા પૈસા ના લાભ માં વૃદ્ધિ થઇ શકે છે.એવા માં,પૈસા ની બચત કરવી તામ્ર માટે સંભવ હશે.પરંતુ,તો પણ આશંકા છે કે વધારે ખર્ચ થવાના કારણે તમારે લોન લેવાની નોબત આવી શકે છે.
રિલેશનશિપ ની વાત કરીએ તો,આ મહિને પાર્ટનર સાથે તમારા સબંધ સારા થશે.તમારા જીવનસાથી ની સાથે પ્યારભરી નોકજોક થઇ શકે છે.બુધનો મકર રાશિ માં ગોચર દરમિયાન આ લોકોને પોતાના પાર્ટનર સાથે સબંધ મીઠા થશે અને તમને એવું લાગી શકે છે કે તમે બંને એકબીજા માટેજ બનેલા છો.એના પરિણામસ્વરૂપે,તમે જીવનસાથી સાથે પ્રેમ,અને સૌંદર્ય થી પૂર્ણ સબંધ બનાવશો.
બુધ ના ગોચર ના સમયગાળા માં મેષ રાશિ વાળા નું આરોગ્ય સારું રહેશે અને તમારે કોઈ મોટી સમસ્યા નો સામનો નહિ કરવો પડે.પરંતુ,તમને શરદી-ખાંસી,પગનો દુખાવો વગેરે ની શિકાયત થઇ શકે છે.એવા માં,તમારા માટે ધ્યાન વગેરે કરવું ફાયદામંદ રહેશે.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર ઝપ્પ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા માટે બુધ તમારા બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે અને હવે એ તમારા નવમા ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે.સામાન્ય રીતે,બુધ નો મકર રાશિ માં ગોચર તમારી અંદર વધારેમાં વધારે પૈસા કમાવાની ઈચ્છા ને પ્રબળ કરે છે.એની સાથે,આવક વધારાના નવા સ્ત્રોત પણ લઈને આવી શકે છે.એવા માં,તમારું પૂરું ધ્યાન સારું ભવિષ્ય બનાવા તરફ હશે.કારકિર્દી,પરિવાર,અને સારા પૈસા કમાવા માં નસીબ તમારું સાથ આપશે.આ સમયે આ લોકો ને ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે.જેમાં વિદેશ યાત્રા પણ શામિલ હશે.
કારકિર્દી ની વાત કરીએ તો,આ લોકો પોતાના જીવનમાં ઉચ્ચ મૂલ્ય ને મહત્વ આપે છે અને આ મૂલ્ય નું પાલન કરવું એ પોતાની નોકરીમાં ટોંચ પર પોહ્ચવા માટે નજર આવી શકે છે.
આર્થિક રૂપથી,બુધનો મકર રાશિ માં ગોચર તમને પૈસાનો લાભ કરાવાનું કામ કરી શકે છે.એવા માં,તમે ઘણી બચત કરી શકશો.એની સાથે,બુધ ગોચર ના સમયગાળા માં તમે વધારેમાં વધારે પૈસા કમાવા ની ઈચ્છા રાખી શકો છો.પરંતુ,આવી સોચ તમને મજબૂત બનાવશે જેનાથી તમે પૈસા કમાવાની દિશા માં આગળ વધશો.
પ્રેમ જીવનના દ્રષ્ટિકોણ થી,આ સમયગાળા માં તમે પાર્ટનર સાથે પોતાના સબંધ માં પ્રેમ અને તાલમેલ બનાવી રાખવામાં સક્ષમ હશો.એવા માં,તમારા સબંધ ખુશીઓ થી ભરેલા રહેશે.આ લોકો જીવનસાથી ની સાથે સુખદ સમય પસાર કરશે જેના કારણે તમારા સબંધ મધુર બની રહેશે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ લોકોના રવૈયા સકારાત્મક રહેશે અને એના પરિણામસ્વરૂપે,તમારું આરોગ્ય સારું રહેશે.બુધનો મકર રાશિ માં ગોચર દરમિયાન વૃષભ રાશિ વાળા ને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.
ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 21 વાર જાપ કરો.
કારકિર્દી નું થઇ રાહ્ય છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો ની કુંડળી માં બુધ ગ્રહ ને પેહલા અને ચોથા ભાવનું સ્વામિત્વ મેળેલું છે જે હવે તમારા આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એવા માં,બુધ નો મકર રાશિ માં ગોચર દરમિયાન તમને સુખ સુવિધાઓ માં કમી નો અનુભવ થઇ શકે છે.આ લોકોને મળવાવાળા લાભ માં મોડા નો સામનો કરવો પડી શકે છે.ત્યાં,એકબીજા ને નહિ સમજવાને કારણે પરિવારના સદસ્ય માં બહેસ કે મતભેદ થવાની આશંકા છે જેના કારણે પરિવાર ના માહોલ ખરાબ થઇ શકે છે.
બુધનો મકર રાશિ માં ગોચર થવાથી મિથુન રાશિ વાળા ને નોકરીમાં વધારે દબાવ નો સામનો કરવો પડી શકે છે.તમે કાર્યક્ષેત્ર માં એક ટીમ લીડર ના રૂપમાં જગ્યા બનાવામાં અસફળ રહી શકો છો.પરંતુ,આવનારો સમય તમારા માટે પ્રમોશન અને નોકરીમાં સારા અવસર લઈને આવી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો આ લોકોને બુધ ના ગોચર ના સમયગાળા માં ખર્ચા માં વધારા નો સામનો કરવો પડી શકે છે.પરિવાર માં થવાવાળા ખર્ચા વધી શકે છે અને એવા માં, તમારી જરૂરત પણ વધી શકે છે.
રિલેશનશિપ માટે,બુધ નો આ ગોચર વધારે ખાસ નહિ રહેવાનું અનુમાન છે કારણકે આ દરમિયાન તમને પરિવારમાં અનપેક્ષિત વિવાદો નો સામનો કરવો પડી શકે છે.આશંકા છે કે અંદર ની સમજણ ની કમી ના કારણે આ લોકોને પાર્ટનર સાથે મતભેદ થઇ જાય. એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ પાર્ટનર સાથે બહુ સારા નહિ રેહવાની આશંકા છે.
આરોગ્યના દ્રષ્ટિકોણ થી,મિથુન રાશિ વાળા ને પોતાના આરોગ્ય ને ખાસ કરીને ધ્યાન રાખવું પડશે કારણકે તમને આંખમાં દુખાવો કે કોઈપણ પ્રકાર નું કઈ સંક્રમણ થઇ શકે છે જો કે કમજોર રોગ પ્રતિરોધક ક્ષમતા નું પરિણામ હશે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે બુધ તમારી કુંડળી માં ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપે,કર્ક રાશિના લોકો માટે બુધ નો મકર રાશિ માં ગોચર સામાન્ય રહી શકે છે કારણકે આ દરમિયાન તમે આવક અને વ્યય ની વચ્ચે સંતુલન કાયમ નહિ કરી શકો.
ત્યાં,કારકિર્દી ના ક્ષેત્ર માં તમને પોતાના કામના સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામ મળી શકે છે.એની સાથે,આ લોકોને નવા અવસર મળી શકે છે જેનો ફાયદો તમે તમારા આવડત ના બળ ઉપર ઉઠાવામાં સક્ષમ હસો.
બુધનો મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં વેપાર કરવા વાળા લોકો વધારે લાભ કમાવામાં પાછળ રાશિ શકે છે અને આવું એટલા માટે થશે કારણકે વેપાર ના ક્ષેત્ર માં આવનારા નવા વિરોધી બાઝાર માં પોતાના પગ જમાવી શકે છે.એની સાથે,પોતાનો દબદબો કયાંક કરી શકે છે જેના કારણે એ વધારે નફો કમાવા માં સક્ષમ રહી શકે છે.આ બધાજ કારણો થી કર્ક રાશિના લોકોને બિઝનેસ માં સારો નફો નહિ મળી શકે.
આરોગ્ય ની દ્રષ્ટિએ,કર્ક રાશિ વાળા ને નાની-મોટી આરોગ્ય સમસ્યાઓ જેમકે નાક બંધ થઇ જવું,ગળા નું સંક્રમણ વગેરે નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,તમે બહુ જલ્દી આ બીમારીઓ થી છુટકારો મેળવી લેશો અને એવા માં,તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ “ઓમ ચંદ્રાય નમઃ” નો 11 વાર ઝપ્પ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો ની કુંડળી માં બુધ ગ્રહ તમારા બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા છથા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપે,બુધ નો મકર રાશિ માં ગોચર દરમિયાન કામમાં કરવામાં આવી રહેલી કોશિશ માં તમને સમસ્યાઓ અને મોડા નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,જરૂરત ના સમયે લોન ના માધ્યમ થી તમે સારો નફો કમાવા માં સક્ષમ રેહશો.અમે તમને જણાવા માંગીએ છીએ કે આ સમયગાળા માં તમે કામમાં સફળતા મેળવા માટે જે પણ મેહનત કરશો,એના તમને સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે.
કારકિર્દી ની વાત કરીએ તો,સિંહ રાશિના લોકો કામમાં કરવામાં આવતા પોતાના પ્રયાસો અને મેહનત ના દમ પર ઉચ્ચ સફળતા મેળવા સક્ષમ હશે.પરંતુ,બુધ ગોચર ના સમયગાળા માં તમને નોકરીમાં થોડી ચુનોતીઓ થી બે-ચાર કરવું પડી શકે છે.
આર્થિક જીવનના દ્રષ્ટિકોણ થી,બુધનો મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં તમે બહુ સારા પૈસા કમાવા માં સક્ષમ થશો.પરંતુ,તો પણ તમારે તમારી જરૂરતો ને પુરી કરવા માટે લોન લેવી પડી શકે છે.સંભવ છે કે આ લોકોને પિતૃક સંપત્તિ કે પછી અચાનક સ્ત્રોત થી પૈસા ની પ્રાપ્તિ થઇ શકે છે.
આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી,બુધનો મકર રાશિ માં ગોચર તમારા આરોગ્ય માટે બહુ સારો રહેશે.આ દરમિયાન તમે ઉર્જાવાન અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને આના કારણે તમે ફિટ રેહશો.આ દરમિયાન તમને કોઈ મોટો આરોગ્ય સમસ્યા નહિ થાય.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે બુધ તમારા પેહલા અને દસમા ભાવનો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એવા માં,બુધ નો મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં તમને નવા અવસરો ની પ્રાપ્તિ થશે જે તમારા જીવનમાં સમૃદ્ધિ લઈને આવશે.આ દરમિયાન તમારું કામ ઉપર રહેશે અને એના પરિણામસ્વરૂપે,તમે સફળતા ના રસ્તા ઉપર આગળ વધશો.એના સિવાય,બુધ ગોચર દરમિયાન તમે કાર્યક્ષેત્ર માં કોઈ મોટી સફળતા મેળવા માંગશો અને તમારું ધ્યાન એ લક્ષ્ય ને મેળવાનું હશે.
કારકિર્દી ના ક્ષેત્ર માં,કન્યા રાશિના લોકો જે પણ કામ કરી રહ્યા છે કે પછી જે કામમાં સફળતા મેળવાની કોશિશ કરી રહ્યા છે,એમાં તમારી રુચિ ઉભી થશે અને તમે મન લગાડીને કામ કરશો.
આર્થિક જીવનના દ્રષ્ટિકોણ થી,કન્યા રાશિના લોકો આ સમયે સારા પૈસા કમાતા નજર આવશે.જે લોકો વેપાર કરે છે,એ પર્યાપ્ત માત્રા માં નફો કમાવા માટે સક્ષમ હશે.
પ્રેમ જીવન ની વાત કરીએ તો,તમે સબંધ માં પાર્ટનર ની સાથે સંતુષ્ટ દેખાઈ દેશો.એના પરિણામસ્વરૂપ,તમારા બંને ના સબંધ પ્રેમ અને સદ્ભાવ થી ભરેલા રહેશે.
આરોગ્ય ની દ્રષ્ટિએ,બુધ ગોચર ના સમયગાળા માં તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરેલા રેહશો જેના કારણે તમે તમારી ફિટનેસ બનાવામાં સક્ષમ રેહશો.
ઉપાય : બુધ ગ્રહ માટે બુધવાર ના દિવસે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિ વાળા લોકોની કુંડળી માં બુધ ગ્રહ તમારા નવમા અને બારમા ભાવનો સ્વામી છે જે હવે તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોની સુખ-સુવિધાઓ માં વધારો થશે જેનો તમે તમારા ઘર-પરિવાર ના લોકો સાથે આનંદ લેતા નજર આવશો.બુધ નો મકર રાશિ માં ગોચર ના સમયગાળા માં તમે નવું ઘર ખરીદી શકો છો કે પછી તમારા ઘરમાં કોઈ માંગલિક કામ થવાની સંભાવના છે.એની સાથે,આ ગોચર દરમિયાન તમારા માટે લાંબી દુરી ની યાત્રા કરવી ફળદાયક સાબિત થશે.
કારકિર્દી ની વાત કરીએ તો,આ લોકોને નોકરીના નવા મોકા મળી શકે છે જે તમારી ઈચ્છાઓ ની સાથે સાથે લક્ષ્ય ને પુરા કરવામાં પણ તમને મદદરૂપ થશે.કારકિર્દી માં પરિસ્થિતિઓ તમારા પક્ષ માં હશે અને એવા માં,તમે ટોંચ ઉપર પોહ્ચવામાં સક્ષમ હસો જેનાથી તમને સંતુષ્ટિ મળશે.
આર્થિક જીવનના દ્રષ્ટિકોણ થી,બુધ ગોચર દરમિયાન નસીબ તમારું બધાજ પગલે સાથ આપશે.એવા માં,તુલા રાશિ વાળા ને પૈસા કમાવા ની સાથે સાથે બચત કરવાના મોકા પણ મળશે.એની સાથે,તમે વિદેશી માધ્યમ થી પણ પૈસા કમાઈ શકો છો.
રિલેશનશિપ ના દ્રષ્ટિકોણ થી,આ લોકોના સબંધો પાર્ટનર સાથે મધુર રહેશે.એવા માં,તમે તમારા સબંધ માં પાર્ટર સાથે ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં સક્ષમ હસો.
આરોગ્ય ની વાત કરીએ,તો તુલા રાશિ વાળા લોકો નું આરોગ્ય સારું રહેશે જો કે તમારી અંદર ઉર્જા અને ઉત્સાહ નું પરિણામ હોઈ શકે છે.એવા માં,તમારા માટે ધ્યાન અને યોગ કરવું ફળદાયક સાબિત થશે.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ શ્રી લક્ષ્મી ભયો નમઃ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા માટે બુધ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ત્રીજા ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,બુધ નો મકર રાશિ માં ગોચર દરમિયાન કરવામાં આવેલા પ્રયાસો થી તમને પ્રગતિ ના અવસર મળશે જો કે તમારા માટે સારા સાબિત થશે.
કારકિર્દી ના દ્રષ્ટિએ,વૃશ્ચિક રાશિ વાળા ને વિદેશ માં નોકરીના અવસર મળી શકે છે.આવા અવસર તમને સંતુષ્ટિ આપવાનું કામ કરશે.એની સાથે,આ લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બનશે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો બુધનો મકર રાશિ માં ગોચર તમારા માટે પૈસા કમાવા ની સાથે સાથે બચત કરવાની વિનંતી લઈને આવી શકે છે.આ લોકોને પિતૃક સંપત્તિ ના માધ્યમ થી અચાનક પૈસા નો લાભ થઇ શકે છે.
પ્રેમ જીવન ના દ્રષ્ટિકોણ,વૃશ્ચિક રાશિ વાળા પોતાના પાર્ટનર સાથે ઘણા યાદગાર સમય પસાર કરશે અને એની સાથે હસી-મજાક કરતા જોવા મળશે.એવા માં,તમારી બંને ની વચ્ચે ની આપસી સમજણ મજબૂત હશે.
આરોગ્ય ની દ્રષ્ટિએ,આ સમયે તમે પોતાની ફિટનેસ ને બનાવી રાખવામાં સક્ષમ હશે જો કે તમારી અંદર હાજર ઉત્સાહ નું પરિણામ હોઈ શકે છે.એની સાથે,આ લોકો પોતાની ઈમ્યૂનિટી ને મજબૂત કરવા માટે ધ્યાન અને યોગ વગેરે કરી શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 11 વાર જાપ કરો.
બૃહત કુંડળી: જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે બુધ તમારા સાતમા અને દસમા ભાવનો સ્વામી છે જે હવે તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ નો મકર રાશિ માં ગોચર થવાથી ધનુ રાશિના લોકોને પોતાના ઘર-પરિવાર માં સંતુષ્ટિ નું સ્તર ઓછું જોવા મળી શકે છે અને લાભ પણ ઓછો થવાની આશંકા છે.એની સાથે,આ લોકોને પાર્ટનર સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને સબંધો માં ખુશી બનાવી રાખવામાં બાધાઓ ઉભી થઇ શકે છે.
કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી,કાર્યક્ષેત્ર માં કરવામાં આવી રહેલા કામોમાં તમને સફળતા હાસિલ કરવામાં સમસ્યા અને મોડા થી ઝૂઝવું પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો ધનુ રાશિના લોકો માટે બુધનો મકર રાશિ માં ગોચર પૈસા નો લાભ અને ખર્ચ બંને લઈને આવી શકે છે એટલા માટે આ ખર્ચા ને પુરા કરવા માટે તમારે લોન લેવી પડી શકે છે જો કે તમારી માટે પરેશાની નો સબક બની શકે છે.
પ્રેમ જીવનના દ્રષ્ટિકોણ થી,સંભાવના છે કે આ લોકોને પોતાના પાર્ટનર સાથે વિવાદ કે મતભેદ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,સબંધો માં ખુશીઓ બનાવી રાખવા માટે તમારા સાથી સાથે તાલમેલ બેસાડવો પડશે જો કે ધીરજ ની મદદ થીજ સંભવ છે.
વાત કરીએ તમારા આરોગ્ય ની,તો ધનુ રાશિ વાળા ને બુધ ગોચર દરમિયાન પગમાં દુખાવો અને દાંતો સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.આ લોકોને દાંત માં દુખાવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન શંકર માટે યજ્ઞ-હવન કરો.
મકર રાશિ
મકર રાશિ વાળા ની કુંડળી માં બુધ તમારા છથા અને નવમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા પેહલા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ નો મકર રાશિ માં ગોચર દરમિયાન તમારો ઝુકાવ અધિયાત્મિક ગતિવિધિઓ માં રહી શકે છે.આ લોકોને નસીબ નો દર સમયે સાથ મળશે અને તમારી બુદ્ધિ માં તેજી આવશે.એવા માં,આ લોકો તેજ મગજ ના બળ પર મહાન ઉપલબ્ધીઓ મેળવામાં સક્ષમ હશે.એના સિવાય,તમને પિતૃક સંપત્તિ અને અચાનક સ્ત્રોત થી નફો થવાના યોગ બને છે.
જયારે વાત આવે છે કારકિર્દી ની,તો મકર રાશિ વાળા કામમાં સકારાત્મક પરિણામ મેળવશે.એની સાથે,કાર્યસ્થળ પર તમે તમારી ઓળખ બનાવામાં સક્ષમ થશો. બુધનો મકર રાશિ માં ગોચર થવાથી આ લોકોને કારકિર્દી ક્ષેત્ર માં નવા અવસર મળશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ સમયે નફો કમાવાના સારા મોકા મળશે.
બુધ ગોચર તમારા સબંધ માટે બહુ ભાગ્યશાળી કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમે સબંધ માં પાર્ટનર સાથે ધીરજ રાખવામાં સક્ષમ થશે.એવા માં,આ લોકો પોતાના સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં સફળ રેહશો.
આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી,મકર રાશિ વાળા નું આરોગ્ય બહુ સારું રહેશે જો કે તમારી મજબૂત રોગ પ્રતિરોધક ક્ષમતા નું રિજલ્ટ હશે.એની સાથે,આ લોકો પોતાના આરોગ્ય માટે લક્ષ્ય નક્કી કરશે.આ દરમિયાન તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરેલા રેહશો.
ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ-હવન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા ની કુંડળી માં બુધ તમારા પાંચમા અને આઠમા ભાવનો સ્વામી છે જે હવે તમારા બારામાં ભાવમાં પ્રવેશ કરશે.બુધ નો મકર રાશિ માં ગોચર તમને પિતૃક સંપત્તિ અને સટ્ટાબાજી ના માધ્યમ થી અચાનક લાભ ની પ્રાપ્તિ કરાવી શકે છે.આ લોકોને પોતાના બાળક ના વિકાસ અને એમના માટે સારું ભવિષ્ય નું નિર્માણ માં સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.
બુધનો મકર રાશિ માં ગોચર તમારી કારકિર્દી માટે વધારે સારો નથી કહેવામાં આવતો.આ સમયગાળા માં કામ નું દબાણ તમારી ઉપર વધી શકે છે.આશંકા છે કે તમારાથી કામમાં કંઈક ભૂલો થઇ શકે છે જેના કારણે તમારે પરેશાની નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમે ચિંતા માં નજર આવી શકો છો.જો તમારો ધંધો છે,તો બુધ ગોચર દરમિયાન તમે સારો નફો કમાવામાં પાછળ રહી શકો છો.બિઝનેસ સાથે જોડાયેલા નવા અવસર ની રાહમાં તમે આગળ ની દિશા માં પગલું ભરી શકો છો.
આર્થિક જીવનમાં આ સમય તમારી સામે વધારે ખર્ચ આવી શકે છે.એવા માં,બચત ની સંભાવના બહુ ઓછી છે.એની સાથે,આ લોકોને પોતાના બાળકો ના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડશે.
રિલેશનશિપ ની વાત કરીએ,તો તમારા સબંધ માટે આ સમય થોડો મુશ્કિલ સમય રહી શકે છે કારણકે આ દરમિયાન તમારા પાર્ટનર સાથે બહેસ થવાની આશંકા છે જેનું કારણ આપસી સમજણ ની કમી હોય શકે છે.એવા માં,બુધનો મકર રાશિ માં ગોચર દરમિયાન પોતાના સબંધ ને બનાવી રાખવા તાલમેલ બેસાડાવો તમારા માટે જરૂરી રહેશે.
આરોગ્ય ની દ્રષ્ટિએ,આ લોકોને પગના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે જો કે તમારી કમજોર રોગ પ્રતિરોધક ક્ષમતા નું પરિણામ હોવાની આશંકા છે.એવા માં,જો તમે પોતાને ફિટ રાખવા માંગો છો,તો તમને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા ચોથા અને સાતમા ભાવનો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બુધ નો મકર રાશિ માં ગોચર દરમિયાન મીન રાશિ વાળા પોતાની બુદ્ધિ ને વિક્સિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.પ્રગતિ માટે આ સમય સકારાત્મક કહેવામાં આવશે કારણકે આ સમયમાં તમે પોતાની બધીજ ઈચ્છાઓ ને પુરી કરવા માટે સક્ષમ હસો.એની સાથે,તમારી સુખ-સુવિધાઓ માં પણ વધારો થશે.
કારકિર્દી ક્ષેત્ર માં બુધ નો આ ગોચર તમારા માટે નોકરીના નવા અવસર લઈને આવશે જો કે તમારા માટે ફળદાયક સાબિત થશે.આ દરમિયાન તમને તમારી મેહનત નું ફળ પ્રમોશન અને ઈન્સેન્ટિવ ના રૂપમાં મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો બુધનો મકર રાશિ માં ગોચર નો સમય તમારા માટે પૈસા કમાવા અને બચત કરવા માટે સારો રહેશે.આ દરમિયાન પોતાની સંપત્તિ ને ભાડા પર ચડાવીને પૈસા કમાય શકો છો કે પછી રોકાણ કરીને પણ લાભ કરવામાં સક્ષમ હસો.
રિલેશનશિપ ના દ્રષ્ટિકોણ થી,તમે પાર્ટનર સાથે સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવા માં સક્ષમ રેહશો.એની સાથે,તમારા બંને ના સંબંધમાં બહુ સારો આપસી તાલમેલ બની રહેશે અને ખુશીઓ પણ બરકરાર રહેશે.તમને એવું લાગી શકે છે કે તમે અને પાર્ટનર એકબીજા માટે બનેલા છો.
આરોગ્ય ની દ્રષ્ટિએ,મીન રાશિના લોકો ઉત્સાહ થી ભરેલા રહેશે જેના કારણે તમે ફિટ બની રેહશો.પરંતુ,આ લોકોને શરદી-ખાંસી સિવાય કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણ ને દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024