ભરણી નક્ષત્ર ભવિષ્યકથન
તમે ભરણી નક્ષત્રમાં જનમ્યા છો અને આ બાબત તમને મોટા દિલના બનાવે છે. વળી, કોઈના દ્વારા બોલાયેલા કટુ વચનોનું તમને માઠું લાગતું નથી. તમે વિશાળ તથા આકર્ષક આંખો ધરાવો છો જે તમારા વિશે ઘણું બધું કહી જાય છે. જોનારને એવું જ લાગશે કે તમારી આંખો સતત તેને જોઈ રહી છે. તમારી મંત્રમુગ્ધ કરતી મુસ્કાન તથા મારકણી અદા દ્વારા તમે કોઈને પણ તમારા પર ઓળઘોળ થવા મજબૂર કરી દેશો. તમે ખૂબ જ દૃઢ આકર્ષણ ધરાવો છો. તમે અંદરથી ભલેને ગમે એટલા ગભરાયેલા હો, પણ બહારથી તમે ખાસ્સા શાંત રહી શકશો. તમે સ્વભાવે ખાસ્સા મિત્રતાભર્યા છો, તમે લાંબા ગાળાનો ઝાઝો વિચાર કરતા નથી. તમે તમારૂં જીવન સંપૂર્ણપણે જીવવામાં માનો છો તથા જોખમ લેવાનું તમને ગમે છે. યોગ્ય દિશાસૂચન તથા પ્રેમાળ ટેકો તમારા ધ્યેય સુધી પહોંચવામાં તમને મદદ કરે છે. તમે શૉર્ટ-કટ્સ લેવાનું ટાળો છો તથા સરળ-સીધો રસ્તો લેવાનું પસંદ કરો છો. તમારા અંતરઆત્માની વિરૂદ્ધ જઈ તમે કશું જ કરવામાં માનતા નથી તથા અન્યોની સામે બધી જ બાબતો સ્પષ્ટપણે મુકવામાં માનો છો. કોઈક સ્વસ્થ સંબંધ ખોવાનું જોખમ હોય તો પણ તમે તમારી બાજુથી સ્પષ્ટ રહેવામાં માનો છો. શુક્ર એ ભરણી નક્ષત્રનો સ્વામી છે, જે માંગલ્ય, સૌંદર્ય તથા કળાનું પ્રતિનિધિત્વ કરે છે, આથી તે તમને હોંશિયાર, સૌંદર્યપ્રેમી, ભૌતિકવાદી, સંગીતપ્રેમી, કળારસિક તથા મુસાફરી કરનારા બનાવે છે. તમને સારાં કપડાં પહેરવાં ગમે છે તથા વૈભવી જીવનશૈલીના તમે શોખીન છો. વળી, તમને કળા, ગાયન તથા રમતગમત રસ-રૂચિ હશે. આ નક્ષત્ર સ્ત્રીઓ માટે ખૂબ જ હકારાત્મક ગણાય છે કેમ કે તે નારી જાતિના ગુણોને વધારે છે, જે શુક્રની અસરને વધારવાની નિશાની છે (શુક્ર સૌંદર્ય તથા કળાના પ્રેમનો સ્વામી છે). તમે ખાસ્સા હકારાત્મક છો તથા વડીલો પ્રત્યે આદરભાવ ધરાવો છો. તમે તકની રાહ જોતા નથી, પણ તેને શોધવામાં માનો છો. તમારૂં પારિવારિક જીવન સારૂં હશે. તમે તમારા જીવનસાથીનો માત્ર પ્રેમ પામશો એવું નથી, પણ તમારા સ્વભાવને કારણે તેમના પર તમારૂં પ્રભુત્વ પણ રહેશે
શિક્ષા ઔર આવક
શિક્ષણ અને આવકઃ સંગીત, નૃત્ય, કળા તથા અભિનય સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં તમને વિશિષ્ટ સફળતા મળી શકે છે; અભિનય તથા રંગભૂમિ સાથે સંકળાયેલા કામો; મૉડેલિંગ, ફૅશન ડિઝાઈનિંગ, ફોટોગ્રાફી, તથા વિડિયો એડિટિંગ, તથા સોંદર્ય સાથે સંબંધિત હોય એવા ધંધામાં; વહીવટી કામોમાં; ખેતી; એડવર્ટાઈઝમેન્ટ, મોટર વાહન સંબંધિત કામકાજ; હોટેલ ઉદ્યોગ, કાયદો વગેરે તમને માફક આવશે. તમને નાણા બચાવવામાં પણ ખાસ રસ હશે.
પારિવારિક જીવન
તમે તમારા પરિવારને ખૂબ પ્રેમ કરો છો તથા તેમના વિના એકપણ દિવસ રહેવાનું તમને પસંદ નહીં હોય. લગ્નની વાત કરીએ તો, તમારા લગ્ન 23થી 27 વર્ષની વચ્ચે થવાની શક્યતા છે. તમારા પરિવારની ઈચ્છાઓ પૂરી કરવા તમે ઘણો ખર્ચ કરો છો કેમ કે તમે એ બાબતને સૌથી મહત્વની ગણો છો. તમારા જીવનસાથી તરફથી તમને અઢળક પ્રેમ, આધાર તથા વફાદારી મળશે. તમે તમારા વડીલોને પણ એટલું જ માન આપો છો. આને કારણે, તમે સુંદર પારિવારિક જીવનનો આનંદ માણી શકશો.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
AstroSage TVSubscribe
- Horoscope 2024
- राशिफल 2024
- Calendar 2024
- Holidays 2024
- Chinese Horoscope 2024
- Shubh Muhurat 2024
- Career Horoscope 2024
- गुरु गोचर 2024
- Career Horoscope 2024
- Good Time To Buy A House In 2024
- Marriage Probabilities 2024
- राशि अनुसार वाहन ख़रीदने के शुभ योग 2024
- राशि अनुसार घर खरीदने के शुभ योग 2024
- वॉलपेपर 2024
- Astrology 2024